ગુજરાતી નિબંધ - સુભાષચંદ્ર બોઝ

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (17:13 IST)
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝ(Subhash Chandra Bose) નો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત કરી. જ્યાર પછી સુભાષના મનમાં અંગ્રેજો પ્રત્યેની કડવાશે ઘર કરી લીધુ. ત્યારપછી સુભાષ ચંદ્ર અંગ્રેજોને ભારતમાંથી ધકેલીને ભારતને સ્વતંત્ર બનાવવાનો આત્મસંકલ્પ લઈને રાષ્ટ્રકર્મના રસ્તે ચાલી નીકળ્યા આઈસીએસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી સુભાષ ચંદ્ર બોસે આઈસીએસમાંથી રાજીનામુ આપ્યુ. આ વાત પર તેમના પિતાએ તેમનુ મનોબળ વધારતા કહ્યુ - કે જ્યારે તે દેશસેવાનુ વ્રત લઈ જ લીધુ છે તો ક્યારેય આ રસ્તેથી પાછળ ફરીને ન જોઈશ. 
 
ડિસેમ્બર 1927માં કોગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પછી 1938માં તેમને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે કહ્યુ કે - મારી એ ઈચ્છા છે કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ આપણે સ્વાધીનતાની લડાઈ લડવાની છે. અમારી લડાઈ ફક્ત બ્રિટિશ સામાજ્યવાદ સાથે નથી, વિશ્વ સામ્રાજ્યવાદ સાથે પણ છે. ધીરે ધીરે કોગ્રેસમાંથી સુભાષનો મોહ ઓછો થવા લાગ્યો. 16 માર્ચ 1939ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. તેમણે સ્વતંત્રતા આંદોલનની એક નવી રાહ બતાવતા યુવાઓને સંગઠિત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો શરૂ કરી દીધો. જેની શરૂઆત 4 જુલાઈ 1943ના રોજ સિંગાપુરમાં ભારતીય સ્વાધીન સંમેલનની સાથે થઈ. 5 જુલાઈ 1943માં આઝદ હિન્દ ફોઝની રચના થઈ. 21 ઓક્ટોબર 1943ના રોજ એશિયાના વિવિધ દેશોમાં રહેનારા ભારતીયોનુ સંમેલન કરી તેમા અસ્થાયી સ્વતંત્ર ભારત સરકારની સ્થાપના કરી નેતાજીએ આઝાદી મેળવવાનો સંકલ્પ સાકાર કર્યો. 
 
12 સપ્ટેમ્બર 1944ના રોજ રંગૂનના જુબલી હોલમાં શહીદ યતીત્દ્રદાસના સ્મૃતિ દિવસ પર નેતાજીએ અત્યંત માર્મિક ભાષણ આપતા કહ્યુ - હવે આપણી આઝાદી નિશ્ચિત જ છે. પરંતુ સ્વતંત્રતા બલિદાન માંગે છે. 'તમે મને લોહી આપો, હુ તમને સ્વતંત્રતા આપીશ'. આ વાક્ય દેશના નવયુવાનોમાં પ્રાણ ફૂંકનારું વાક્ય હતુ, જે ભારતમાં જ નહી પરંતુ વિશ્વના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરોએ અંકિત છે. 
 
16 ઓગસ્ટ 1945ના રોજ ટોકિયો માટે નીકળતા તાઈહોકુ હવાઈ મથક પર નેતાજીનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને સ્વતંત્ર ભારતની અમરતાનો જયનાદ કરનારા, ભારત માતાના વ્હાલા, કાયમ માટે રાષ્ટ્રપ્રેમની દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમર થઈ ગયા. 
 

સંબંધિત સમાચાર

Next Article