કંપની કોંક્રિટ બ્લોક્સ અને ઇંટોનું ઉત્પાદન કરે છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શનના શેરોએ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને 2,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળામાં કંપનીના શેર રૂ.5થી રૂ.125ને પાર કરી ગયા છે. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો શેર રૂ. 126 પર બંધ થયો હતો.