એચડીએફસી બેંકએ મોટી સંસ્થાઓ માટે લૉન્ચ કરી એપ્સ

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2020 (11:28 IST)
અમદાવાદ: એચડીએફસી બેંકએ આજે માયએપ્સ લૉન્ચ કરી છે, જે વ્હાઇટ-લેબલ એપ્સનો એક સ્યૂટ છે, જે સ્માર્ટ સિટીઝ અને મ્યુનિસિપાલ્ટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, ક્લબો અથવા જીમખાનાઓ અને ધાર્મિક સંસ્થાઓ સહિતની શહેરી સ્થાનિક સંસ્થાઓને તેમની ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે ડિજીટાઇઝ કરવા માટે સક્ષમ બનાવશે. ઉદ્યોગજગતમાં પહેલવહેલી વખત બેંક તેની બેંકિંગ પ્રોડક્ટ્સના સંપૂર્ણ સ્યૂટના ઉમેરણમાં એક વેલ્યૂ-એડેડ સેવા તરીકે કસ્ટમાઇઝ કરેલી એપ પૂરી પાડશે.
 
સંસ્થાની પોતાની બ્રાન્ડિંગ અને વિષયવસ્તુ ધરાવતી આ એપ મારફતે સભ્યો યુટિલિટિઝ અને ફી માટે ચૂકવણી કરી શકશે, વિવિધ સુવિધાઓ માટે ઓનલાઇન બુકિંગ કરી શકશે, તાજેતરમાં થયેલી ઘોષણાઓ અંગે અપડેટેડ રહી શકશે અને સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય અનેકવિધ વિશેષતાઓનો ઉપયોગ કરી શકશે. સંસ્થા પણ ચૂકવણીઓ અંગેના રીપોર્ટ, સભ્યો દ્વારા બૂક કરવામાં આવેલી સુવિધાઓ તથા નોંધવામાં આવેલી વિનંતીઓ અને ફરિયાદોને ખૂબ જ સરળતાથી જોઈ શકશે. તેઓ નોટીસનું પ્રસારણ કરવા અને સભ્યોને વિવિધ કાર્યક્રમોમાં સાંકળવા માટે પણ આ એપનો ઉપયોગ કરી શકશે.
 
આ એપ્સ મૂળભૂત બેંકિંગ સેવાઓ ઉપરાંતનું મૂલ્ય પૂરું પાડવા પર અને બી2બી2સી ક્ષેત્રમાં પ્રવેશવા પર ધ્યાન કેન્દ્રિત કરી ડિજિટાઇઝેશનને નવા સ્તરે લઈ જવાની બેંકની વ્યૂહરચનાનો એક હિસ્સો છે. વર્ષ 2011ની વસતીગણતરી મુજબ દેશમાં 30 લાખ ધાર્મિક સ્થળો; 6-8 લાખ હાઉસિંગ સોસાયટીઓ; 2,000થી વધુ ક્લબ તથા 1 લાખથી વધુની વસતી ધરાવતા 500થી વધુ શહેર હોવાથી આ એક ખૂબ જ મોટી તક છે. સમય જતાં બેંક આ સોલ્યુશનને હજી વધુ સેગમેન્ટમાં વિસ્તારશે.
 
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, સ્ટાર્ટ-અપ્સ અને ઈ-કૉમર્સના કન્ટ્રી હેડ સ્મિતા ભગત તથા એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુનાલી રોહરા દ્વારા મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન માયએપ્સના આ પ્રોડ્ક્ટ્સ સ્યૂટને લૉન્ચ કરવામાં આવ્યો હતો.
 
સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે, ‘એક લાઇફસ્ટાઇલ બેંક તરીકે અમારો પ્રયત્ન ગ્રાહકોના દૈનિક જીવનનો આંતરિક હિસ્સો બનવાનો અને બેંકિંગની મૂળભૂત સેવાઓ ઉપરાંતની સેવાઓ પૂરી પાડવાનો છે. અમારા સંસ્થાગત ગ્રાહકો તેમની સેવાઓને વધારી રહ્યાં છે અને ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવી રહ્યાં છે તેની ખાતરી કરી શકે તે માટે માયએપ્સનો પ્રોડક્ટ સ્યૂટ તેમને જરૂરી અનુકૂળતા, સ્થિતિસ્થાપકતા અને વધારાની ડિજિટલ બઢત પૂરી પાડશે. એચડીએફસી બેંક ખાતે અમે ડિજિટાઇઝેશન સંબંધિત વિવિધ પહેલમાં હંમેશા મોખરે રહ્યાં છીએ અને અમે આ ખૂબ મોટા પ્રમાણમાં વંચિત રહેલા સેગમેન્ટ્સમાં પ્રવેશીને આ ડિજિટલ પ્રોત્સાહનને સર્વોચ્ચ સ્તરે લઈ જવા માંગીએ છીએ.’ 
 
માયએપ્સના લૉન્ચ વખતે સુનાલી રોહરાએ જણાવ્યું હતું કે, ‘અમે આ પ્રોડ્ક્ટસ સ્યૂટને લૉન્ચ કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ, જે એચડીએફસી બેંકના ઇકોસિસ્ટમ બેંકિંગની દિશામાં આગળ વધવાના પગલાંને ચિહ્નિત કરે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ સેવાથી વંચિત રહી ગયેલા સેગમેન્ટની ડિજિટલ ક્ષમતાઓ વધારવા અને તેને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવા અમે ખાસ રીતે તૈયાર કરેલા ઉપાયોના સમુહની મદદથી આ સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી આ ઘટના ઉદ્યોગજગતમાં પહેલવહેલી બની રહી છે.’ 
 
કસ્ટમાઇઝ કરેલી માયએપ પ્રોડક્ટ સ્યૂટ્સના મુખ્ય લાભઃ
- સંસ્થાઓ તેના પોતાના બ્રાન્ડિંગ અને વિષયવસ્તુ દ્વારા આ વ્હાઇટ-લેબલ એપ્સના દેખાવ અને અનુભવને સંપૂર્ણપણે  પોતાને અનુકૂળ બનાવી શકે છે તથા પોતાના ગ્રાહકોને તેમને અનુરૂપ ઉપાયો પૂરાં પાડી શકે છે.
- બી2બી2સી સેગમેન્ટ્સને સેવા પૂરી પાડનાર માયએપ્સ પ્રત્યેક સંસ્થાના તમામ સભ્યો માટે તદ્દન નિઃશૂલ્ક હશે અને યુઝર દિઠ માસિક લવાજમના કોઈ ચાર્જિસ વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત યુઝર્સની સંખ્યાનું પણ કોઈ નિયંત્રણ નથી.
- હિંદી અને અંગ્રેજીથી શરૂઆત કરી આ એપને 20થી વધુ ભાષામાં કસ્ટમાઇઝ કરી શકાય છે.
- યુઝરોના ડેટાને સંસ્થાના સર્વર પર હોસ્ટ કરવામાં આવશે, જેની સુવિધા બેંક પોતે કરશે, જેથી કરીને ડેટાની સંપૂર્ણ ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

સંબંધિત સમાચાર

Next Article