Gold Price Today: છેલ્લા કેટલાક દિવસોથી જેની અપેક્ષા હતી તે જ થયું છે. છેવટે, સોનું અત્યાર સુધીના રેકોર્ડ રેટ પર પહોંચી ગયું છે. ચાંદી પણ 68,000 આસપાસ કારોબાર કરી રહી છે. ઓગસ્ટ 2020 માં, કોરોના સમયે, સોનાના દરે 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ લગભગ અઢી વર્ષ બાદ તૂટ્યો છે. આ દરમિયાન, એક વખત સોનું લગભગ 49,000 રૂપિયા સુધી નીચે આવી ગયું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનું 365 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 56462 રૂપિયા પર પહોંચી ગયું હતું.
સોનું રૂ.56462 પર પહોંચ્યું
છેલ્લા લગભગ 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ, સોનું 30 ડિસેમ્બર, 2022 (શુક્રવાર) ના રોજ 54867 ના સ્તરે બંધ થયું હતું. પરંતુ શુક્રવારે એટલે કે 13 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ તે વધીને 56462 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ રીતે 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી પ્રતિ 10 ગ્રામ 1595 રૂપિયાનો વધારો થયો છે.
62,000 રૂપિયા સુધી પહોચી શકે છે ભાવ
નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી સમયમાં સોનું રૂ.62,000ના સ્તર સુધી જઈ શકે છે. એ જ રીતે ચાંદી પણ રૂ.80,000 સુધી પહોંચવાની ધારણા છે. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન 23 કેરેટ સોનાનો ભાવ 56236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટનો ભાવ 51719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટનો ભાવ 42347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. 999 શુદ્ધતાની ચાંદી 68115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સોનામાં રેકોર્ડ વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. આઝાદી પછીના 1950ના દર જોશો તો દંગ રહી જશો. તે સમયે સોનાનો ભાવ માત્ર 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ગત દિવસોમાં 1959માં સોનાની ખરીદીનું બિલ પણ વાયરલ થયું હતું. તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. એટલે કે 9 વર્ષમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 14 રૂપિયાનો વધારો થયો હતો. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો.