માર્ક આગળ લખે છે કે તમે જે પેઢીમાં જન્મ લીધો છે ત્યા સાયંસ અને ટેકનોલોજી સતત પ્રગતિ પર છે. એવામાં તુ અમારથી વધુ સારી જીંદગી જીવીશ અને આવુ થવામાં અમારી જવાબદારી પણ મહત્વપૂર્ણ છે. મને જાણ છે કે ચર્ચા મોટાભાગે વસ્તુઓ પર જ કેન્દ્રીય હોય છે પણ મને વિશ્વાસ છેકે પોઝીટિવ ટ્રેંડને જીત મળશે. અમે તારી પેઢી અને ભવિષ્યને લઈને આશાવાદી છીએ.
અંતમાં ઝુકરબર્ગે લખ્યુ છે કે બાળપણ ખૂબ જાદુ ભર્યુ હોય છે તો તુ ભવિષ્યની ચિંતા ન કરીશ બાળપણ ફક્ત એક જ વાર મળે છે. તારા ભવિષ્યની ચિંતા કરવા માટે અમે છીએ અને તુ અને તારી પેઢી માટે આ દુનિયાને સારી બનાવવા માટે અમે પૂરી કોશિશ કરીશુ. અગસ્ત વી લવ યૂ સો મચ. અમે આ યાત્રામાં તારી સાથે ચાલવા ખૂબ જ ઉત્સાહિત છીએ. તને એક ખુશીભર્યુ જીવન મળે.. લવ .. મોમ એંડ ડેડ..