ગાડી ચલાવનારાઓને કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, જાણો શુ છે સમગ્ર નિર્ણય

ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:43 IST)
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપતા કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટના રૂલ નંબર 139માં સંશોધન કરવામાં આવ્યુ છે. તેને લઈને સરકાર નોટિફિકેશન પણ રજુ કરી ચુકી છે. આ નોટિફિકેશન પછી હવે લોકોને ડ્રાઈવિંગ લાઈસેંસ, પૉલ્યુશન સર્ટિફિકેટ, આરસી, ઈશ્યોરેંસના ઓરિજિનલ કાગળ રાખવાની જરૂર નહી પડે. હવે તમારી પાસે ફોટો કૉપી કે મોબાઈલ પર ઈલેક્ટ્રોનિક કૉપી છે તો તમે તેને બતાવી શકો છો અને તમારી રસીદ પણ નહી કપાય 
 
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી આ નોટિફિકેશન 19 નવેમ્બરના રોજ રજુ કરવામાં આવી છે. જેના મુજબ વર્દીમાં વર્તમાન કોઈ પોલીસકર્મચારી કે કોઈ અન્ય અધિકારી તરફતેહે ગાડી સંબંધિત કાગળ માંગવામાં આવે છે તો તેને ઈલેક્ટ્રોનિક કૉપી બતાવી શકાય છે.  આ નોટિફિકેશન પછી હવે વાહન લઈને ચાલનારા લોકોનુ કોઈ અધિકારી શોષણ નહી કરી શકે. 
 
આ કાગળોની ડિઝિટલ કૉપી રહેશે માન્ય 
 
જે કાગળોને મંત્રાલય ડિઝિટલ કૉપીના રૂપમાં માન્ય કરી દીધા ચેહ તેમા ગાડીનુ ડ્રાઈવિંગ લાઈસેંસ, આરસી, વીમો અને પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર