સોનુ છે વિશ્વાસપાત્ર, Gold સેવિંગ ફંડ્સમાં ખૂબ રોકાણ થઈ રહ્યુ છે, જાણો શુ છે ફાયદો

સોમવાર, 24 મે 2021 (20:59 IST)
Gold is king... કોઈપણ મુસીબતના સમયે સોનુ હંમેશા વિશ્વાસપાત્ર રહ્યુ છે. બદલતા સમય સાથે ગોલ્ડ બૉન્ડ અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પણ એક પોપુલર વિકલ્પના રૂપમાં ઉભર્યુ છે. કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડમાં રોકાણ વધ્યુ છે. એપ્રિલમાં ગોલ્ડ સેવિંગ ફંડ્સ એંડ ગોલ્ડ એક્સચેંજ ટ્રેંડેડ ફંડ્સ  (ETFs)માં 864 કરોડ રૂપિયાનો ઈનફ્લો થયો. માહિતગારો માની રહ્યા છે કે આ ટ્રેડ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન બનેલો રહી શકે છે. 
 
પીટીઆઈ મુજબ માર્નિગસ્ટર ઈંડિયા તરફ રજુ આંકડા બતાવી રહ્યા છે, એપ્રિલ 2021 દરમિયાન ગોલ્ડ સેવિંગ ફંડ્સમાં 184 કરોડ રૂપિયા અને ગોલ્ડ ઈટીએફમાં 680 કરોડ રૂપિયાનો ઈનફ્લો થયો. સમગ્ર નાણાકીય વર્ષ 2020-21 માં ગોલ્ડ ફંડ્સમાં 3200 કરોડ રૂપિયા અને ગોલ્ડ ઈટીએફમાં 6900 કરોડ રૂપિયાના નેટ ઈનફ્લો થયો.  અહી ઉલ્લેખનીય છે કે ગોલ્ડ સેવિંગ ફંડ એક મ્યુચુઅલ ફંડ છે, જેમા ગોલ્દ ઈટીએફમાં રોકાણ કરવામાં આવે છે.  આવા ફંડ ફિઝિકલ ગોલ્ડમાં સેધા રોકાણ નથી કરતા, પણ તે ગોલ્ડ ઈટીએફ દ્વારા ઈનડાયરેક્ટ રૂપમાં સોનામાં રોકાણનો રસ્તો પસંદ કરે છે.   રોકાણકાર  સિસ્ટમેટિક પ્લાન (SIP) દ્વારા ગોલ્ડ સેવિંગ ફંડમાં રોકાણ કરી શકે છે. 
 
સોનામાં વધશે રોકાણ 
 
ક્વાંટમ મ્યુચુઅલ ફંડના સીનિયર ફંડ મેનેજર-અલ્ટરનેટિવ ઈંવેસ્ટમેંટ્સ ચિરાગ મેહતાનુ કહેવુ છે કે નાણાકીય વર્ષ 2021-22માં સોનાનુ રોકાણ ચાલુ રહેવાની આશા છે. અનિશ્ચિતતાના આ સમયમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં ગોલ્ડની વહેચણી વધી રહી છે. મેહતાનુ કહેવુ છે કે કોવિડ 19 રોકને કારણે રોકાણકાર ફિઝિકલ ગોલ્ડમાં ન તો રોકાણ કરી શકી રહ્યા છે કે ન તો તેને સહેલાઈથી વેચી શક્યા છે. આવામાં તે હવે ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ સેવિંગ બોંડ કે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરી રહ્યા છે. 
 
મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવનુ કહેવુ છે કે કોરોનાવાયરસના કેસ આ વર્ષે ઝડપથી વધી ગયા છે. આવી સ્થિતિમાં, અનિશ્ચિતતાના આ વાતાવરણમાં સોનાનું પ્રદર્શન સારું રહેશે.
 
ત્રણ વર્ષમાં 14% સુધી રિટર્ન 
 
મહેતાનુ કહેવુ છે કે ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ બોન્ડમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાર્ષિક સીએજીઆરનું વળતર 13 - 14 ટકા રહ્યુ હતું.  સાથે જ છેલ્લા 5 વર્ષમાં 8 વર્ષનું વળતર રોકાણકારોને મળ્યું છે. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી રોકાણના વાતાવરણમાં ગોલ્ડ માટે  સુધારો થયો છે. આર્થિક મંદી અને બજારમાં ઉથલપાથલને કારણે સોનામાં રોકાણકારો માટે વધુ સારું વાતાવરણ બની રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર