યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયંસનુ કહેવુ છે કે વિજયા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડા પ્રસ્તાવિત વિલય વિરુદ્ધ સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના બેંકોના કર્મચારીઓએ હડતાળનુ આહ્વવાહ્ન કર્યુ છે. આ પહેલા સાર્વજનિક ક્ષેત્રના બેંકોના અધિકારીઓની યૂનિયને આ માંગ અને વેતનને લઈને ચાલી રહેલી વાતચીત જલ્દી પૂરી કરવાની માંગને લઈને હડતાલ કરી હતી. હવે કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ આખા દેશમાં હડતાળનુ એલાન કર્યુ છે.
બેંક કર્મચારી 8 અને 9 જાન્યુઆરીના રોજ હડતાળ પર રહેશે. શહેરમાં 1306 એટીએમ અને લગભગ 900 બેંકોની શાખાઓ છે. તેમાથી લગભગ 500 બ્રાંચ સાર્વજનિક બેંકોની છે. ઈંડિયન બેંક યૂનિયનના નેતા અશોક ગુપ્તાએ જણાવ્યુ કે ઓલ ઈંડિયા બેંક એપ્લાઈઝ એસોસિએશને ટ્રેડ યૂનિયન સાથે બે દિવસ સુધી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાલને સૂચના બેંક કર્મચારીઓને આપી દીધી છે. હડતાળમાં એલઆઈસી અને અન્ય ડિપાર્ટમેંટના કર્મચારી અપ્ણ સામેલ રહેશે. લીડ બેંક મેનેજર આર. સી નયાકે જણાવ્યુ કે હાલ હડતાળ સંબંધિત તેમની પાસે રવિવાર સાંજ સુધી કોઈ સૂચના નથી આવી.
ગયા મહિને પણ થઈ હતી હડતાળ
આ પહેલા 26 ડિસેમ્બર 2018ના રોજ 9 બેંક યૂનિયંસના જુદા જુદા બેંકોના લગભગ 1 લાખ કર્મચારીઓએ એક દિવસની હડતાળ કરી હતી. તેઓ બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકના મર્જરનો વિરોધ કરી રહ્યા હતા.