ગરમીમા સુંદર દેખાવ માટેનો મેકઅપ

N.D
ગરમીની ઋતુમાં કડક તડકો, ગરમી અને પરસેવાથી ત્વચા ચિપચિપી થઈ જવાથી આપણે કંટાળી જઈએ છીએ. આવામાં કોઈ પાર્ટીમાં જવુ પડે તો સમજાતુ નથી કે શુ અને કેવો મેકઅપ કરવો જોઈએ. કારણ કે પરસેવાથી મેકઅપ ફેલાય જાય છે. જે રીતે ઋતુ મુજબ ખોરાક અને પહેરવેશમાં બદલાવ આવે છે તે જ રીતે મેકઅપનો અંદાજ અને સાઘનોમાં પણ બદલાવ જરૂરી છે. ગરમીનો મેકઅપ એવો હોવો જોઈએ જે પરસેવો આવવા છતા ચહેરા પર ટકી રહે અને ચહેરાને હાઈ લુક આપ. જે માટે ગરમીમા બને ત્યાં સુધી વોટરપ્રૂફ મેકઅપ લગાવો અને મેકઅપ આ રીતે કરો -

ક્લીનીંગ - ફેસ ક્લીનીંગ માટે ગરમીમા ક્લીજિંગ મિલ્સની જગ્યાએ એસ્ટ્રિજેટનો પ્રયોગ કરો, જેનાથી ચહેરા પર ઓઈલ ન દેખાય. મલમલના કપડામાં બરફનો ટુકડો મુકીને તેને આખા ચહેરા પર ફેરવો અને પ્રાકૃતિક હવામાં 5 મિનિટ સુધી સુકાવા દો. આ કુલિંગ પૈડ ગરદન પાછળ પણ લગાવો, કારણ કે ગરદન ગરમી ગરદન પાછળથી ચઢે છે. સ્ક્રિન ટોનર આખા ચહેરા પર લગાવો. તેનાથી રોમ છિદ્ર બંધ થઈ જશે અને પરસેવો પણ વધુ નહી આવે.

કંસીલર - જો ચહેરા પર કોઈ નિશાન કે દાગ છે તો ચહેરાના રંગને મેળખાતો રંગ કંસીલર લગાવીને તેને કંસીલ કરો.

મેકઅપ બેસ : મેકઅપની શરૂઆત બેસથી કરવી જોઈએ, તેથી વોટરપ્રૂફ બેસ લગાવીને ટૂ વે કેકના સ્પંજને ભીનુ કરીને આખા ચહેરા પર એ રીતે લગાવો કે તે સંપૂર્ણ રીતે સ્કિનમાં એડજોર્બ થઈ જાય. તેનાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે.

બ્લશઓન : ગરમીમાં પરસેવો વધુ આવવાને કારણે ક્રીમયુક્ત બ્લશર ન લગાવો. હંમેશા પાવડર બ્લશરનો પ્રયોગ કરો. બ્લશર પોતાની સ્કિન મુજબ ગુલાબી કે લાઈટ બ્રાઉનનો લગાવો. ગરમીમા ડાર્ક કલરનો પ્રયોગ ન કરો.

આઈશેડો : બ્રાઉન કલરના આઈશેડોથી આંખોને ડીપ સેટ કરો અને તેની વચ્ચે તમારા ડ્રેસ સાથે મેચિંગ શેડ ફ્લકોને ઉપરથી લગાવો. આઈબ્રોઝની નીચે બ્રાઈડ ક્રીમી, ગોલ્ડન કે સિલ્વર કલરથી હાઈલાઈટ કરી શકે છે.
N.D

આઈ લાઈનર : ગરમીમા આઈ લાઈનર વોટરપ્રૂફ લગાવો. તમે ઈચ્છો તો આંખીની નીચે કાગળ, પેંસિલ કે લાઈનરનો ઉપયોગ પણ કરી શકો છો. આઈ લાઈનર તમારા સ્કિન ટોન અને ડ્રેસના મુજબ બ્રાઉન અથવા વાદળી રંગનુ લગાવી શકો છો. આ કલર ઉપસી આવે છે અને ડ્રાઈ લુક પણ આપે છે.

આઈબ્રોઝ - તમારી આઈ બ્રોઝને સુંદર શેપ આપવા માટે અને કટ કે ગેપ હોય તો તેને ભરવા માટે બ્રાઉન અથવા બ્લેક પેંસિલનો ઉપયોગ કરો.

મસકરા : ગરમીમા મસકર પણ વોટરપ્રૂફ લગાવો. તમારી પસંદના મુજબ બ્રાઉન કે વાદળી રંગનો મસકરો તમે લગાવી શકો છો. જો તમારી પલક ડાર્ક છે તો ફક્ત ટ્રાંસપેરેંટ મસકરો લગાવીને પણ મનપસંદ શેપ આપી શકો છો.

લિપસ્ટીક : હોઠોને લિપ લાઈનરથી આકાર આપીને મૈટ લિપસ્ટિક લગાવો. પછી તેના ઉપર લિપ સીલર લગાવો. ગરમીની ઋતુમાં લિપ ગ્લોસ ન લગાવો, કારણ કે આ ટિકાઉ નથી હોતો.

બિંદી - હાથથી બનાવેલી બિંદીને બદલે સ્ટિકર બિંદી લગાવો, જે પરસેવાથી ફેલતી નથી.

વેબદુનિયા પર વાંચો