ધનતેરસ 5 નવેમ્બર 2018ના રોજ સોમવારે ઉજવાશે. ભારતીય કેલેંડર મુજબ અશ્વિન મહિનાની કૃષ્ણપક્ષની તેરસ તિથિને ધનની દેવીનો ઉત્સવની શરૂઆત થવાને કારણે આ દિવસને ધનતેરસના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ.
જ્યોતિષ મુજબ ધનતેરસ 5 નવેમ્બર 2018ના સોમવારના રોજ છે. અને તે દિવસે ખરીદી કરવાનુ કે શુભ કાર્ય કરવાનુ શુભ મુહુર્ત આ પ્રમાણે છે.
સવારનુ મુહુર્ત (અમૃત) - 06:40વાગ્યાથી - 08:01 વાગ્યા સુધી
સવારનુ મુહુર્ત (શુભ) 9.22 વાગ્યાથી 10.43 વાગ્યા સુધી
સાંજનુ મુહુર્ત (ચર) - 13.36 વાગ્યાથી 19.08 વાગ્યા સુધી
રાતનુ મુહુર્ત (લાભ) - 22.26 વાગ્યાથી 23.46 વાગ્યા સુધી
આ દિવસે લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ મુહુર્ત પ્રદોષ કાળ અને વૃષભ લગ્ન 05.35થી 07.30 સુધીનુ છે.
અ) કુબેર પૂજન -
- શુભ મૂર્હત જોઈને નવી ગાદી પાથરો.
- સાંજના સમયે તેર દીવા સળગાવી તિજોરીમાં કુબેરની પૂજા કરો.
કુબેરનું ધ્યાન -
- નીચેનું ધ્યાન બોલી ભગવાન કુબેર પર ફૂલ ચઢાવો. શ્રેષ્ઠ વિમાન પર બિરાજમાન, ગરુડમણિ જેવી આભાવાળા, બંને હાથમાં ગદા ધારણ કરનાર, માથા
પર શ્રેષ્ઠ મુકુટથી શોભતા ભગવાન શિવના પ્રિય મિત્ર નિધીશ્વર કુબેરનું હું ધ્યાન ધરું છુ.
બ) ધનતેરસના દિવસે માતાજીનું પૂજન વિધિ પૂર્વક કરો
- આ દિવસે ધનવંતરિજીનું પૂજન કરો.
-નવી ઝાડુ અને ચોપડા ખરીદી તેનું પૂજન કરો.
-સાંજે દીવો સળગાવી ઘર, દુકાન, વગેરે જગ્યાએ મૂકો.
-મંદિર, ગૌશાળા, નદીના ઘાટ, કુવો, તળાવ, બગીચાઓમાં પણ દીવા મૂકો.
-શક્તિ મુજબ તાંબા, પીત્તળ, ચાઁદીના ઘર ઉપયોગી નવા વાસણ અને આભૂષણ ખરીદો.
- હળ ખેડેલી માટીને દૂધમાં પલાળી તેમાં સેમરની શાખા નાખીને તેને ત્રણ વાર પોતાન શરીર ફેરવો.
- કાર્તિક સ્નાન કરીને પ્રદોષકાળમાં ઘાટ, ગૌશાળા, બાવડી, કુવો, મંદિર વગેરે જગ્યાઓ પર ત્રણ દિવસ સુધી દીવો સળગાવો.