વિંડીઝના ખેલાડી નિકોલસ પૂરને બોલ સાથે કરી છેડછાડ, ઈંટરનેટ પર Video થયો વાયરલ

મંગળવાર, 12 નવેમ્બર 2019 (11:25 IST)
શાઈ હોપની શાનદાર સદીને કારણે વેસ્ટઈંડિઝએ સોમવારે ત્રીજી વનડે હરીફાઈમાં અફગાનિસ્તાન્ને 5 વિકેટથી હરાવીને ત્રણ મેચોની વનડે શ્રેણી પોતાને નામે કરી લીધી. આવામાં મેચ સમયે વિંડીઝના ખેલાડી નિકોલસે પુરનની ફિલ્ડિંગ દરમિયાન  બોલ સાથે છેડછાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને ફેંસ પણ ખૂબ શકની નજરથી જોઈ રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ઈંટરનેટ પર પૂરનની મેચમાં ફિલ્ડિંગ કરવા દરમિયાન વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં નિકોલસન પૂરન બોલને પોતાના લોઅર પર ઘસવા સાથે તેને નખથી સ્ક્રેચ કરતો જોવા મળી રહ્યોક હ્હે. આ ઘટના લખનૌના ઈકાના સ્ટેડિયમની છે. જ્યા અફગાનિસ્તાન અને વેસ્ટઈંડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાય રહી હતી.  બીજી બાજુ અત્યાર સુધી આ વાતની ચોખવટ નથી થઈ શકી કે નિકોલસ પૂરને બોલ સાથે છેડછાડ કરી છે કે નહી. જો પૂરનની ફરિયાદ થાય છે તો તેને કેટલીક મેચો માટે બેન નો સામનો કરવો પડી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા બોલ સાથે છેડછાડ મામલે ઓસ્ટ્રેલિયાના બે સૌથી મોટા ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરને એક વર્ષના બેનનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એક વધુ યુવા ખેલાડી કૈમરૂન બૈનક્રોફ્ટને 6 મહિનાના બૈનની સજા થઈ હતી. જ્યારપછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ખૂબ નુકશાન થયુ હતુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર