ફિલ્મી કેરિયર - બબીતાએ પોતાના કેરિયરની શરૂઆત 1966માં રજુ થયેલ ફિલ્મ દસ લાખ દ્વારા કરી. જો કે તેણે 1967માં આવેલ ફિલ્મ રાજ દ્વારા ઓળખ મળી. તેમા તેની સાથે સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા. બબીતાએ પોતાના કેરિયરમાં હસીના માન જાયેગી, 'તુમસે અચ્છા કૌન', 'અનજાના', 'પહચાન', 'કલ આજ ઔર કલ', 'બીખરે મોતી', 'જીત' અને 'એક હસીના દો દીવાને' સહિતની અન્ય ફિલ્મો કરી.
પોતાના દમ પર પુત્રીઓને આગળ વધારી
બબીતાએ 6 નવેમ્બર 1971ના રોજ રણધીર કપૂર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બબીતાએ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ. તેની બે પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર થઈ. એવુ માનવામાં આવે છે કે પહેલા કપૂર ખાનદાનમાં યુવતીઓને ફિલ્મોમા કામ કરવાની પરમિશન નહોતી પણ બબીતા હતી જેણે પોતાની બંને પુત્રીઓને ફિલ્મી દુનિયામાં લાવી.
લગ્નના થોડા વર્ષ પછી થયા અલગ
બબીતા અને રણધીરે લવ મેરેજ કર્યા હતા પરંતુ તેઓ 1988 માં જ જુદા થઈ ગયા. પણ તેમણે છૂટાછેડા લીધા નથી. બંને વચ્ચે સારી મિત્રતા છે અને તે પરિવારના ખાસ પ્રસંગો પર હાજરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં, રણધીર કપૂરે તેની અંગત જિંદગી વિશે ઘણાં ખુલાસા કર્યા છે. રણધીરે કહ્યું કે 'તે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેણે મને બે સુંદર બાળકો આપ્યા. અમે જવાબદાર વ્યક્તિના રૂપમાં ઉછર્યા અને નિર્ણય કર્યો કે આપણે અલગ રહીશુ. આપણે કોઈ દુશ્મન નથી. રણધીરે એમ પણ કહ્યું છે કે અમારી વચ્ચે કંઈ બદલાયું નથી.
રણધીરની દારૂ પીવાની ટેવથી હતી પરેશાન
રણધીરે જ ખુલાસો કર્યો હતો કે બબીતા તેના દારૂ પીવાની ટેવથી પરેશાન થઈ ગઈ હતી. તે તેને પીવાની ના પાડતી રહેતી, જેને કારણે બંને વચ્ચે અંતર વધતુ ગયુ. રણધીર કહે છે કે તેને લાગ્યુ કે હુ એક ભયાનક માણસ છુ જે ખૂબ વધુ ડ્રીંક કરતો હતો અને ઘરે મોડો આવતો હતો. આ કેટલીક એવી વાતો હતી જે તે પસંદ નહોતી કરતી. તે આ રીતે જીવવા નહોતી માંગતી. અને હુ એ રીતે રહેવા નહોતો માંગતો જેવુ તે ઈચ્છતી હતી. તેણે મને એ રીતે ન સ્વીકાર્યો જેવો હુ છુ. જ્યારે કે અમારા તો લવમેરેજ હતા. પણ ઠીક છે. અમારા બે વ્હાલા બાળકો છે. તેણે તેમનો સારી રીતે ઉછેર કર્યો છે. હવે તેઓ પોતાના કેરિયરમાં બેસ્ટ છે. એક પિતાના રૂપમાં બીજુ શુ જોઈએ.