Petrol Diesel Price Today - પેટ્રોલના કિમંતોમાં વધારો, ડીઝલના ભાવ સ્થિર, ફટાફટ આ રીતે ચેક કરો આજે તમારા શહેરમા શુ છે નવો રેટ
સતત બે દિવસ સુધી સ્થિર રહ્યા પછી આજે (શુક્રવાર,02 જુલાઈ 2021) એકવાર ફરી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. જો કે ડીઝલની કિમંતોમાં આજે કોઈ વદહારો થયો નથી. ચાર મુખ્ય મહાનગરમાં આજે પેટ્રોલની કિમંતોમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ પહેલા બુધવારે અને ગુરૂવારે પેટ્રોલ ડીઝલની કિમંતોમાં કોઈ ફેરફાર થયો નહોતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉતાર ચઢાવથી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડે છે. પેટ્રોલ-ડીઝલની કિમંતોમાં સતત થઈ રહેલ વધારા પછી જનતા પર મોંઘવારીની માર પણ પડવા લાગી છે.
આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
4 મેથી સતત વધારા પછી અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જેમાં મુંબઇ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવારા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાડા, ચિકમગલુર, શિવમોગા, પટણા અને લેહનો સમાવેશ થાય છે..
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ રોજ રિવાઈજ કરવામાં આવે છે અને પછી નવી કિંમત સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઇલમાંથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર સંદેશ મોકલશે.