ડાંગથી માંડી વેરાવળ સુધી ફેલાયેલા અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં આખો દિવસ આજે ચાલુ રહ્યા હતા અને લોકોએ બેવડી ઋતુનો સામનો કર્યો હતો. ખુલ્લામાં ખેત પેદાશનો વેપાર જ્યાં થાય છે તેવા, સૌરાષ્ટ્ર કચ્છના અનેક માર્કેટ યાર્ડમાં કામકાજ રોકી દેવાયું છે અને સૂર્ય પ્રકાશ નીકળે નહીં ત્યાં સુધી ખેડૂતોને જણસી નહીં લાવવાની સૂચના આપી દેવાઈ છે.
કચ્છનું નલિયા 15 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું છે, તો 15.2 ડિગ્રી સુધીની ઠંડકનો અનુભવ કરનાર સ્થળમાં વડોદરા 15.8 ડિગ્રી, દમણ 16.0 ડિગ્રી, સુરત 16.6 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, ભુજ 17.8 ડિગ્રી, પોરબંદર 17.8 ડિગ્રીનો સમાવેશ થાય છે.
કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ગાયબ ખારવાની ભાળ મેળવવા માટે કામે લગાડવામાં આવ્યું છે. જાફરાબાદની એક બોટ પણ ડૂબી જવાની ઘટના બહાર આવી છે પણ તેના ખારવા બચાવી લેવાયા છે, તેવું માછીમાર સંઘના કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું છે.