અમેરિકામાં ભલે રાષ્ટ્રપતિ ચૂંટણી ખતમ થઈ ગઈ, પણ સત્તા હસ્તાંતરણને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ છે. ચૂટણી પરિણામ પર અમેરિકામાં એવી બબાલ મચી છે કે બુધવારે રાત્રે (ભારતીય સમયમુજબ) હિંસક પ્રદર્શન શરૂ થયુ. ચૂંટણીના પરિણામોને પ્રમાણીત કરવા મળેલી બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ભાષણ પછી યુએસમાં કેપિટોલ સંકુલની બહાર ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જે બાદ કેમ્પસને તાળું મારવામાં આવ્યું હતું (પ્રવેશ અને નિકાસ બંધ) કહેવામાં આવી રહ્યું છે કે આ અથડામણ દરમિયાન એક મહિલાને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ જો બાઈડેને કૈપિટોલ બિલ્ડિંગ પર થયેલ હંગામાને રાજદ્રોહ તરીકે ગણાવ્યુ.