જનરલ રાવતનો અંતિમ ક્ષણ, તેઓ ઘાયલ હતા, પાણી માંગ્યુ, અફસોસ દેશ માટે આટલુ બધુ કરનારાને પાણી પણ ન આપી શક્યો

ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (17:21 IST)
દુર્ઘટનાના બીજા દિવસે  CDS જનરલ બિપિન રાવતના અંતિમ ક્ષણની સ્ટોરી સામે આવી છે. અનેક એવા પ્રત્યક્ષદર્શીઓ છે, જેમણે ઘાયલ જનરલ રાવતને જોયા, પણ ઓળખી ન શક્યા. આવા જ એક વ્યક્તિએ જણાવ્યુ કે દુર્ઘટના પછી એક વ્યક્તિ ખૂબ જ ઘાયલ જોવા મળ્યો. જીવતો હતો, પાણી માંગી રહ્યો હતો, પણ અમારી પાસે આપવા માટે પાણી પણ નહોતુ. પછી જાણ થઈ કે તે ઘાયલ વ્યક્તિ જનરલ બિપિન રાવત છે. તેનો મને એટલો આઘાત લાગ્યો કે હુ આખી રાત સૂઈ ન શક્ય્હો. વિચારો એક માણસ જેણે દેશ માટે આટલુ કર્યુ હોય તેને અંતિમ સમયે પાણી પણ ન મળી શકે... 
 
પ્રથમ પ્રત્યક્ષદર્શીઃ જ્યારે મેં ફોટો જોયો ત્યારે મને ખબર પડી કે તેઓ કોણ છે
 
કુન્નુરના રહેવાસી કોન્ટ્રાક્ટર શિવકુમાર દુર્ઘટના સમયે નીલગિરી પહાડીઓ પર ચાના બગીચામાં કામ કરતા તેના ભાઈને મળવા ગયા હતા. શિવકુમારે કહ્યું, 'મેં જોયું કે આગમાં લપેટાયેલું હેલિકોપ્ટર પડી રહ્યું હતું. ધુમાડો અને જંગલ વિસ્તારને કારણે સ્થળ પર પહોંચવું મુશ્કેલ હતું. સળગતા હેલિકોપ્ટરમાંથી 3 મૃતદેહ પડ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો હેલિકોપ્ટરની બહાર બે મૃતદેહ પડેલા હતા. તે એટલા બળી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા. એક માણસ જીવતો હતો. અમે તેમને કહ્યું કે તે કોઈ વાંધો નથી. અમે મદદ કરવા આવ્યા છીએ. તેમણે પીવા માટે પાણી માંગ્યું. પણ પાણી પાસે નહોતુ. 
 
અકસ્માત પછી સેનાનું હેલિકોપ્ટર પુરૂ સળગી ગયુ હતુ 
 
ત્યારબાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકોએ આ વ્યક્તિને ચાદરમાં બાંધી લીધો હતો. 3 કલાક પછી કોઈએ મને તે વ્યક્તિનો ફોટો બતાવ્યો. કહ્યું કે તમે જેની સાથે વાત કરી રહ્યા હતા તે જનરલ બિપિન રાવત છે. દેશ માટે આટલું બધું કરનાર માણસને પાણી પણ ન મળે એ હું વિશ્વાસ કરી શકતો નથી. આ વિચારીને મને આખી રાત ઊંઘ ન આવી.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર