દ્વારકા “દિપોત્સવી ઉત્સવ” દરમ્યાન દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:30 IST)
વહીવટદાર દ્વારકાધીશ જગત મંદીર અને પ્રાંત અધિકારી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દિપાવલી – નૂતન વર્ષ ઉત્સવ અન્વયે તા.૨-૧૧-૨૦૨૧ થી તા.૬-૧૧-૨૦૨૧ દરમિયાન “દિપોત્સવી ઉત્સવ” અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદીર – દ્વારકા દર્શનાર્થીઓ માટે તા.૨જી અને ૩જી નવેમ્બર - ૨૦૨૧ને વાઘબાર તથા ધનતેરશ(રૂપચૌદશ ક્ષય તિથી)ના રોજ શ્રીના દર્શન માટે નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે.
 
આ ઉપરાંત તા.૪-૧૧-૨૦૨૧ને ગુરુવારના રોજ દિપાવલીના દિવસે દર્શાનાર્થીઓ માટે શ્રી દ્વારકાધીશ જગત મંદીર શ્રીજીના દર્શન માટે નિત્યક્રમ મુજબ (અનોસર (મંદીર બંધ) બપોરે ૧-૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫-૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮-૦૦ કલાકે તેમજ અનોસર (મંદીર બંધ) રાત્રે ૯-૪૫ કલાકે) રહેશે. જ્યારે તા.૫-૧૧-૨૦૨૧ના રોજ શુક્રવારના દિવસે નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ દરમ્યાન સવારે ૬-૦૦ કલાકે મંગલા આરતી તથા અન્નકુટ દર્શન સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક સુધી અન્યથા મંદીર નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે. 
 
ભાઈબીજને તા.૦૬-૧૧-૨૦૨૧ના રોજ ભાઈબીજના દિવસે સવારે ૭-૦૦ કલાકે મંગલા આરતી બાદ મંદીર નિત્યક્રમ મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે તેમ વધુમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે,  દ્વારકાધીશ જગત મંદીર ખાતે શ્રીજીના દર્શને આવતા દર્શનાર્થીઓએ સરકારશ્રીની કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર