ભારતમાં રસીકરણ શરૂ થતા પહેલા WHOની ચેતવણી, પહેલા કરતા વધુ મુશ્કેલ હોઈ શકે છે કોરોનાનુ બીજુ વર્ષ

ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (08:42 IST)
દુનિયાને કોરોના સંક્રમણથી થોડી રાહત મળી છે. કેસો નીચે આવ્યા છે, તેમ જ ઘણા દેશોમાં રસીકરણ શરૂ થયું છે. ભારતમાં પણ તેની શરૂઆત 16 જાન્યુઆરીથી થવાની છે. આ માટેની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. વિવિધ શહેરોમાં રસી આપવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે કોરોના સંક્રમણનુ બીજુ વર્ષ પહેલાંની તુલનામાં વધુ મુશ્કેલ હોઈ શકે છે.
 
ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, માઇકલ રિયાને જણાવ્યું હતું કે, કોરોના મહામારીનુ બીજુ વર્ષ ટ્રાંસમિશન ડાયનામિક્સ પર પહેલાની તુલનામાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. રયાને બુધવારે મોડી રાત્રે સવાલ-જવાબ સત્ર દરમિયાન જણાવ્યું હતું."આપણે બીજા વર્ષમાં જઈ રહ્યા છીએ, ટ્રાન્સમિશન ડાયનેમિક્સ અને કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખતા મુશ્કેલ હોઈ શકે છે," 

 
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 11 માર્ચે Covid-19ને એક મહામારી જાહેર કરી હતી.  આજની તારીખમાં વિશ્વમાં 9.21 મિલિયનથી વધુ લોકો કોરોનો વાયરસથી સંક્રમિત છે. તેમાંથી 19.7 લાખ દર્દીઓની સ્થિતિ  વધુ જીવલેણ  છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર