લાદેન પાકિસ્તાનમાં જ છે-અફઘાનિસ્તાન

વાર્તા

રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (18:45 IST)
કાબુલ(વાર્તા) અલ-કાયદાનો પ્રમુખ ઓસામા-બિનલાદેન અને તાલિબાન પ્રમુખ મુલ્લા ઉમર પાકિસ્તાનમાં છુપાયા છે તેવુ અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યુ હતુ. આ સાથે તેમણે અમેરિકાના સુરક્ષા અધિકારીના નિવેદનને સમર્થન આપ્યુ હતુ. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામીદ કરઝાઈના પ્રવક્તા હુમાયુ હમીરઝાદાએ જણાવ્યુ હતુ કે, અમેરિકાની સરકારનુ નિવેદન સ્વાગત યોગ્ય છે. અફઘાનિસ્તાન સરકારનુ માનવુ છે કે, ઓસામા અને ઉમર પાકિસ્તાનમાં જ છે. જોકે પાકિસ્તાન સરકાર બંનેની વાત સાથે સહમત નથી. દરમિયાન તાલિબાનના પ્રવક્તા મહોંમદ યુસુફે પણ પાકિસ્તાન સ્થીત અફઘાન ઈસ્લામી પ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, ઓસામા અને ઉમર અફઘાનિસ્તાનમાં જ છે.

વેબદુનિયા પર વાંચો