જ્યોતિષ તંત્ર મંત્ર - આ રીતે તમે જાણી શકો છો કોઈનો પણ સ્વભાવ

Webdunia
રવિવાર, 22 જાન્યુઆરી 2017 (05:53 IST)
માણસનુ લગભગ એક તૃતીયાંશ જીવન સૂવામાં વીતી જાય છે. મેડિકલ સાયંસ મુજબ એક સ્વસ્થ મનુષ્યને 24 કલકામાંથી લગભગ 6 થી 8 કલાક ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. સૂવાની અવસ્થામાં આપણે અવચેતન અવસ્થા કહીએ છીએ અને બિલકુલ નિશ્ચિત થઈ જઈએ છીએ. દરેક મનુષ્યની સૂવાની રીત એકબીજાથી જુદી હોય છે.  એ જ રેતે દરેક માણસની બોલવાની રીત પણ જુદી જુદી હોય છે. 
 
સામુદ્રીક શાસ્ત્ર કે શરીર લક્ષન વિજ્ઞાન મુજબ કોઈ પણ વ્યક્તિને સૂતા કે બોલતા જોઈને તેના સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર કે શરીર લક્ષણ વિજ્ઞાનના હેઠળ આ સંબંધમાં વિસ્તૃત માહિતી આપી છે. જાનો કેવી રીતે સૂનારા અને બોલનારાનો સ્વભાવ કેવો હોય છે 
 
પડખું ફેરવીને સૂવુ - આવા લોકો સમજૂતીવાદી હોય છે. સાફ સુથરા રહેવુ સારુ ભોજન કરવુ તેમને પ્રિય હોય છે. શોધ કરવી તેમનો મુખ્ય શોખ છે. આ આદર્શ જીવન જીવવુ પસંદ કરે છે. 
 
જોરથી બોલવુ - ઉંચા અવાજમાં બોલનારા લોકો બીજા લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કે હઠપૂર્વક અધૂરા જ્ઞાનને બીજા પર થોપવા માંગે છે. આવા લોકો બીજાની વાત સાંભળવી પસંદ કરતા નથી. 
 
 
સૂતા પહેલા પગ હલાવવા 
 
કેટલાક લોકો સૂતા પહેલા પગ હલાવે છે. પણ આને સારા લક્ષણ નથી માનવામાં આવતા. આવા લોકો સદૈવ કોઈને કોઈ ચિંતા સતાવતી રહે છે. આ ખુદ કરતા વધુ કુંટુબના લોકો માટે વિચારે છે. 
 
પગ દબાઈને સૂવુ 
 
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે લોકો પગ દબાવીને સૂઈ જાય છે અને જેમને શરીરને ઢાંકીને સૂવાની ટેવ છે આવા લોકો જીવનમાં ચોક્કસ રૂપે સંઘર્ષપૂર્ણ રહે છે. આ પરિસ્થિતિઓ મુજબ ખુદને ઢાળે લે છે. આ તેમની સૌથી મોટી વિશેષતા હોય છે. તેઓ વ્યવ્હારકુશલ હોય છે. આ બધા ઉપરાંત તેઓ સહેલાઈથી બધા સાથે મિક્સ થઈ જાય છે.  
 
શરીર સંકોચાઈને સૂવુ 
 
આવા લોકો ડરપોક હોય છે. તેમના મનમાં અસુરક્ષાની ભાવના હોય છે. તેમને એક અજાણતો ભય સતાવે છે. આ વાત કોઈને તેઓ બતાવતા નથી. તેમને અજાણ્યા લોકો સાથે રહેવુ પસંદ નથી. આ લોકો મોટાભાગે એકલા રહેવુ પસંદ કરે છે. આવા લોકોને નશાની લત લાગવાની શક્યતા હોય છે. ક્યારેક તેઓ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. 
Next Article