ૐના જાપથી થાય છે શારીરિક લાભ

સોમવાર, 20 જુલાઈ 2015 (14:48 IST)
ૐ ફક્ત એક પવિત્ર ધ્વનિ જ નથી પણ અનંત શક્તિનુ પ્રતીક છે. ૐ અર્થાત ઓઉમ ત્રણ અક્ષરથી બનેલ છે. જે સર્વ વિદિત છે. 'અ ઉ મ.'  'અ' નો અર્થ છે આર્વિભાવ કે ઉત્તપન્ના થવુ. 'ઉ' નુ તાત્પર્ય છે ઉઠવુ, ઉડવુ મતલબ વિકાસ,  "મ" નો મતલબ છે મૌન થઈ જવુ અર્થાત બ્રહ્મલીન થઈ જવુ. ૐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ અને આખી સુષ્ટિનુ દયોતક છે. ૐ ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર પુરૂષાર્ઠોનુ પ્રદાયક છે. માત્ર ૐ નો જપ કરી અનેક સાધકોએ પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરી લીધી.  કોશીતકી ઋષિ નિસંતાન હતા. સંતાન પ્રાપ્તિ માટે તેમ્ણે સૂર્યનુ ધ્યાન કરી ૐ નો જાપ કર્યો તો તેમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ. ગોપથ  બ્રાહ્મણ ગ્રંથમાં ઉલ્લેખ છે કે જે કુશ અના આસન પર પૂર્વની તરફ મોઢુ કરીને એક હજાર વાર ૐ રૂપી મંત્રનો જાપ કરે ક હ્હે તેના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. 
 
ઉચ્ચારણની વિધિ - સવારે ઉઠીને પવિત્ર થઈને ઔકાર ધ્વનિનુ ઉચ્ચારણ કરો. ૐ નુ ઉચ્ચારણ પદ્માસન અર્ધપદ્માસન સુખાસન વજ્રાસનમાં બેસીને કરી શકો છો. આનુ ઉચ્ચારણ 5, 7, 10, 21 વાર પોતાના સમય મુજબ કરી શકો છો. ૐ જોરથી બોલી શકો છો. ધીરે ધીરે બોલી શકો છો.  ૐ જપ માળાથી પણ કરી શકો છો.

ૐ ના ઉચ્ચારણના શારીરિક લાભ 
 
1 . અનેક વાર ૐ નો ઉચ્ચારણ કરવાથી આખુ શરીર તણાવ રહિત થઈ જાય છે. 
2. જો તમને ગભરામણની અધીરતા હોય તો ૐનું ઉચ્ચારણ કરવાથી ઉત્તમ બીજુ કશુ નથી. 
3. આ શરીઅના ઝેરીલા તત્વોને દૂર કરે છે અર્થાત તણાવના કારણે પેદા થનારા દ્રવ્યો પર નિયંત્રણ કરે છે. 
4. આ હ્રદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે. 
5. આનાથી પાચન શક્તિ ઝડપી થાય છે. 
6. આનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થાવાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે. 
7. થાકથી બચવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો નથી. 
8. ઉંધ ન આવવાની સમસ્યા ૐ ના જાપથી થોડા જ સમયમાં દૂર થઈ જાય છે.  રાત્રે સૂતી વખતે ઉંધ આવતા સુધી મનમાં તેનુ ઉચ્ચારણ કરવાથી નિશ્ચિત ઉંઘ આવશે. 
9. કેટલા વિશેષ પ્રાણાયામની સાથે આનું ઉચ્ચારણ કરવાથી ફેફડામાં મજબૂતી આવે છે.  
10. ૐ ના પહેલા શબ્દનુ ઉચ્ચારણ કરવાથી કંપન પેદા થાય છે. આ કંપનથી કરોડરજ્જુ હાડકુ પ્રભાવિત થાય છે અને તેની ક્ષમતા વધી જાય છે. 
11. ૐ ના બીજા શબ્દનુ ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન પૈદા થાય છે જે કે થાયરોયડ ગ્રંથી પર પ્રભાવ નાખે છે.  

વેબદુનિયા પર વાંચો