માતા બનતા પહેલા જ સાનિયા મિર્જાએ બાળકનુ સરનામુ નક્કી કરી લીધુ

Webdunia
શનિવાર, 12 મે 2018 (12:30 IST)
ટેનિસ સનસની સાનિયા મિર્જાએ બાળકને લઈને પોતાની ઈચ્છા બતાવી છે. સાનિયાએ પોતાના બાળકના સરનેમને લઈને પોતાની ઈચ્છા બતાવતા તેનુ સરનેમ વિચારી લીધુ છે. સાનિયાએ કહ્યુ કે  તે પોતાના બાળકનુ સરનેમ મિર્જા મલિક રાખશે.  બાળકને લઈને સાનિયાએ પોતાની ઈચ્છા પણ બતાવી અને કહ્યુ કે તેને પુત્ર જોઈ કે પછી પુત્ર.  તેમણે સમાજમાં પુત્રી અંગેની વિચારધારાને લઈને પણ ચર્ચા કરી. 
 
સાનિયાએ વિચારી લીધુ  બાળકનુ સરનેમ -  ગોવા ફેસ્ટ 2018માં લૈગિંક પક્ષપાતના મુદ્દા પર સાનિયાએ કહ્યુ કે તે અને તેમના પતિ શોએબ મલિક એક પુત્રી ઈચ્છે છે. તેઓ તેનુ સરનેમ મિર્જા મલિક રાખવા માંગે છે. સાનિયાએ જણાવ્યુ કે તેમના ઘરના લોકો પુત્રની ઈચ્છા રાખે છે.  જેથી વંશ વધે પણ તે અને તેમના પતિની પુત્રીની ઈચ્છા રાખે છે. 
નહોતુ બદલ્યુ પોતાનુ સરનેમ - તેમણે કહ્યુ કે મે મારુ સરનેમ નહી બદલ્યુ અને આગળ પણ નહી બદલુ. સાનિયે જણાવ્યુ કે તે પણ બે બહેનો છે અને તેમના સંબંધીઓએ તેમના પિતાને હંમેશા કહે છે કે એક પુત્ર હોવો જોઈએ. સાનિયાએ કહ્યુ કે તેને ક્યારેય એવો અનુભવ નહી થયો કે તેનો પણ એક ભાઈ હોવો જોઈએ.  
શોએબની વયને લઈને આપ્યો જવાબ -  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ટ્વિટર પર શોએબ મલિકની વયને લઈને એક યૂઝર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જબડાતોડ જવાબ આપ્યો. ડેનિયલ એલેક્જેંડર નામના વ્યક્તિએ શોએબ મલિકની વયને લઈને સવાલ કર્યો. જેના જવાબમાં સાનિયાએ લખ્યુ કે તેમનો પતિ હાલ જવાન છે.  સાનિયાના આ જવાબ પર યૂઝર્સે પણ મજેદાર પ્રતિક્રિયાઓ આપી.  

સંબંધિત સમાચાર

Next Article