જાપાની પુરૂષ શા માટે ઢાંકી રહ્યા છે Nipple

સોમવાર, 12 જૂન 2017 (16:25 IST)
ટોક્યો 
જો તમે જાપાનમાં રહો છો અને કોઈ છોકરીને ડેટ કરવા ઈચ્છો છો તો તમે નિપલ કવર ખરીદવું પડી શકે છે. જાપાનમાં નિપલ કવર વેચનાર એક કંપનીની જાહેરાત તો આજ કહે છે. 
 
આ વિજ્ઞાપન વિડીયો શેયરિંગ સાઈટ યૂ ટ્યૂબ પર પણ છે. જેમાં જોઈ શકાય છે કે એક સ્ત્રી-પુરૂષ ડેટ પર ગયા છે. પણ પુરૂષ માટે સ્થિતિ ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે તેને ખબર પડે છે કે છોકરી ટી-શર્ટ પહેર્યા પછી પણ તેના નિપલ જોઈ શકે છે. 
 
પણ જ્યારે પુરૂષ નિપલ કવર લગાવીને જાય છે તો છોકરી તેની સાથે પ્રેમથી સમય માણે છે. જાપાનમાં તેની માંગણી વીત્યા એક વર્ષથી બહુ વધી ગઈ છે. જાપનમાં સ્પોર્ટ્નો સામાન વેચનાર ડાટ સ્ટોર એ આ વર્ષે અત્યાર સુધી 55 હજાર મેલ નિપલ વેચ્યા, જે ગયા વર્ષના કુલ વેચાણથી પણ વધારે છે. આ કવર્સને પ્લાસ્ટર્સની જેમ લગાવી શકાય છે અને એ વાટર પ્રૂફ પણ હોય છે. 
 
આમ તો આ કવર તે લોકો માટે ડિઝાઈન કર્યા હતા જે જાગિંગ કરે છે જેથી તેમના નિપલ દોડતા સમયે કપડા સાથે રગડાય નહી હવે આ કવર પુરૂષોમાં પણ પ્રચલિત થઈ રહ્યા છે. જે નથી ઈચ્છતા કે કપડા પહેર્યા પછી તેમના નિપલ દેખાય. આ શોધ પણ કરાઈ કે જાપાની છોકરીઓ છોકરાઓના નિપલ જોવા પસંદ નથી કરતી. 
 
વર્ષ 2013ના એક અભ્યાસમાં એ સામે આવ્યું હતું કે 84 ટકા જાપાની મહિલાઓ કાર્યસ્થળ પર પુરૂષોના કપડા ઉપરથી દેખાતા નિપલ પસંદ નથી કરતી. આ વર્ષે એક જાપાની કંપનીએ નિપલ છુપાવવા માટે એક ખાસ ટીશર્ટ વેચવું શરૂ કર્યુ હતુ જેની કીમત 5 હજાર રૂપિયા થી વધારે હતી. 

વેબદુનિયા પર વાંચો