રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાંથી અત્યાર સુધી 18 હજાર લોકોને બહાર કઢાયા- ભારત સરકાર, અત્યાર સુધીમાં શું-શું થયું?

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (08:55 IST)
ભારત સરકારે જણાવ્યું છે કે યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે.
 
ઉત્તરાખંડના રહેનારાં ઝીયા બલુનીએ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલને જણાવ્યું છે કે બધા જ ભારતીયો સુમીમાંથી નીકળી ચૂક્યા છે.
 
આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે 'ઑપરેશન ગંગા' અંતર્ગત મંગળવારે યુક્રેનમાંથી 410 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ લોકોને બે વિશેષ વિમાન મારફતે ત્યાંથી બહાર કઢાયા. આ વિમાન સુસેઇવાથી રવાના થયાં હતાં.
 
મંત્રાલયે એવું પણ કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવાઈ રહેલા 'ઑપરેશન ગંગા' અંતર્ગત અત્યાર સુધી 18 હજાર ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
 
આ ઑપરેશન ફેબ્રુઆરી 2022થી શરૂ થયું હતું. મંત્રાલયે એવું પણ કહ્યું 75 વિશેષ યાત્રી વિમાનોથી15,521 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ 12 અભિયાન-ઉડાણ પૂર્ણ કરી અને 2467 લોકોને બહાર કાઢ્યા છે.
 
આ અભિયાન અંતર્ગત 32 ટન રાહતસામગ્રી પણ પહોંચાડવામાં આવી. વિશેષ યાત્રી વિમાનોની ઉડાણોમાંથી 21 બુખારેસ્ટથી હતી. તેમાં 4575 લોકોને સ્વદેશ લાવવામાં આવ્યા.
 
નવ ફ્લાઇટ સુસેઇવામાંથી હતી, જેમાં 1820 લોકોને પરત લાવવામાં આવ્યા. બુડાપેસ્ટમાંથી 28 ઉડાણોમાં 5571 લોકોને લાવવામાં આવ્યા.
 
કોસિસેમાંથી પાંચ ફ્લાઇટ ઊડી જેમાં 909 અને રેજેસ્જોમાંથી 11 ફ્લાઇટમાં 2402 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત કિએવમાં એક ફ્લાઇટમાંથી 242 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા.

સંબંધિત સમાચાર

Next Article