દ્વારકામાં વિધર્મીએ કેસરી ધજા સળગાવી દેતાં મામલો બિચક્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (09:50 IST)
રામ નવમીની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ઝંડીઓ લગાવવામાં આવી હતી, જેમાં ભથાણ ચોકની મસ્જિદ પાસે સાંજના સમયે એક મુસ્લિમ યુવકે કેસરી ઝંડીને આગ ચાંપી દીધી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થતા દ્વારકામાં પરિસ્થિતિ તંગ બની હતી, જેથી મોડી રાત્રે દ્વારકા પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં. આ દરમિયાન કેટલાક લોકો ઝપાઝપી પર પણ ઊતરી આવ્યાં હતાં. જોકે બાદમાં દ્વારકા એસપીની દરમિયાનગીરીથી મામલો શાંત પડાયો હતો.

ખંભાતના શક્કરપુરા વિસ્તારના રામજી મંદિરે રવિવારે રામ નવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જોકે આ શોભાયાત્રા મંદિરથી માંડ 500 મીટર દૂર પણ પહોંચી ન હતી તે વખતે બાવળિયાના ખેતરમાંથી અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો, જેથી શોભાયાત્રામાં સામેલ અંદાજે ત્રણ હજારથી વધુ લોકોમાં નાસભાગ મચી હતી. બંને બાજુથી અચાનક સામસામે પથ્થરમારો થતાં 5થી વધુ પોલીસ જવાન સહિત 15થી વધુ લોકોને ઇજા થઈ હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ વીફરેલાં ટોળાંએ ખંભાતના ટાવર બજાર વિસ્તારમાં બે દુકાન, ચપ્પલની બે લારીઓ અને રજપૂતવાડાના નાકે એક ઘરમાં આગચંપી કરી હતી.શોભાયાત્રાના પ્રારંભે જ મુસ્લિમોનું ટોળું કસ્બા વિસ્તાર આગળ પથ્થરો, હથિયારો લઈને મોટી સંખ્યામાં ઊભું થઈ ગયું હતું. મહિલાઓ પણ હથિયારો લઈને દોડી હતી. છાપરિયામાં બપોરથી સાંજ સુધી ચાલેલાં તોફાનના પડઘા ન્યાયમંદિર વણઝારા વાસમાં પણ પડ્યા હતા. કેટલાક લોકોએ આ વિસ્તારમાં પણ પથ્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article