સ્ટેચ્યૂ ઓફ યુનીટી ખાતે લીફ્ટ ખોટકાતા પ્રવાસીઓ અટવાયા

Webdunia
શનિવાર, 12 ઑક્ટોબર 2019 (11:43 IST)
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરી એકવાર બપોરે લિફ્ટ ખોટકાતા માત્ર એક લિફ્ટથી ગેલેરીમાં પ્રવાસીઓ ને લઇ જવાતા હતા. ધીરે ધીરે પ્રવાસીઓની ભીડ વધતી ગઈ અને લાંબી કતારો લાગી લિફ્ટમાં બેસવા એક પ્રવાસીઓને ત્રણથી ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યાં હોવા છતાં વારો ન આવતા પ્રસીઓ રોષે ભરાયા અને ઓહાપો મચાવ્યો હતો. જોકે પ્રવાસીઓનો રોષ ચરમસીમાએ હતો ને એવામાં રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સમાં હાજર એવા કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.પી.સિંહ સહીત અન્ય ઉર્જા મંત્રીઓ સ્ટેચ્યૂ જોવા ગયા. જ્યાં વીવીઆઈપી બંદોબસ્ત જોતા પ્રવાસીઓએ આ મંત્રીનો ઘેરાવો કર્યો અને છેક અંગુઠા પાસે મંત્રીને ઉગ્ર રજૂઆત કરી અને આ લિફ્ટની સિસ્ટમ સુધારવાની વાત કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article