અમદાવાદમાં ભરચક રહેતા SP રિંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે પાંચ ફ્લાઇ ઓવર, બે ફૂટ ઓવર અને એક પેડેસ્ટ્રિયન બ્રિજ બનશે. એ ઉપરાંત અન્ય જંક્શનો પર પણ 10 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.660 કરોડના ખર્ચે 10 જંક્શન પર 10 બ્રિજ બનાવશે. એ ઉપરાંત પાંચ ફ્લાઈ ઓવર, ફૂટ ઓવરબ્રિજ અને થ્રી લેયર અંડરપાસ સહિત પેડેસ્ટ્રિયન બ્રિજ પણ બનાવવાનું કામ આગામી સમયમાં શરૂ થશે.
ઔડાનો DPR મંજૂર થયા બાદ આ 10 ફ્લાઇ ઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે.અમદાવાદ શહેરની ફરતે આવેલા SP રિગ રોડ પર વધુ 9 ફ્લાઇ ઓવર અને એક અંડરપાસ બાંધવાનો DPR AUDAએ એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ સબમિટ કરી દીધો છે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડ ઉપર વધુ 10 ફ્લાઇ ઓવર-અંડરપાસ બાંધવાના જંકશનો ફિક્સ કરી દીધા છે એવી માહિતી DPRમાં મૂકી છે. ઔડાનો DPR મંજૂર થયા બાદ આ 10 ફ્લાઇ ઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે. AUDAનું અનુમાન છે કે અગામી ઓગસ્ટ 2021 સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે.તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગાંધીનગરથી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે. આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબને બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે, જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મિલો છે,જે એને બનાવે છે.અમદાવાદ- ગાંધીનગરને જોડતા નેશનલ હાઈવેના ચિલોડાથી સરખેજ વચ્ચેના 44.2 કિલોમીટરમાં 867 કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય ચાલુ છે. દિલ્હી-ગુડગાંવ હાઈવેની તર્જ પર ફાસ્ટ મૂવિંગ અને લોકલ ટ્રાફિક અલગ લેન કોન્સેપ્ટથી SG હાઈવે પર 27 મોટાં, 57 નાનાં જંકશનોએ રોડ ક્રોસિંગનો અંત આવશે. વૈષ્ણોદેવી સર્કલે વધુ એક અંડરપાસનો ઉમેરતાં ક્યાંય વાહન ઊભું રાખવું પડશે નહીં. આ પ્રોજેક્ટમાં કુલ 11 અન્ડરપાસ-ફ્લાઇ ઓવરબ્રિજ આકાર લેશે. સોલા ભાગવતથી ઝાયડસ જંકશન વચ્ચે 4.18 કિમીનો એલિવેટેડ હાઈવનું કામ ચાલુ છે. વૈષ્ણોદેવી સર્કલ જંકશન થતાં થ્રી-લેયર સિસ્ટમ થશે.
[18:36, 07/06/2021] Kalyani: મોબાઈલ શોપનો ફોટો હોય તો આપો
[18:36, 07/06/2021] Harish: એણે બી ગૂગલનો જ નાંખ્યો છે
[18:37, 07/06/2021] Kalyani: કોણે ?
[18:37, 07/06/2021] Harish: આ ગઈ કાલે પ્રિન્ટ વાળાએ નાંખી હતી. દિવ્ય ભાસ્કર