પ્રવિણ તોગડિયા બાગેશ્વર બાબાના સમર્થનમાં, હિન્દુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે, તેનો વિરોધ ના હોય

Webdunia
સોમવાર, 22 મે 2023 (12:13 IST)
સતત વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ ગુજરાતમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્ર્મને લઈને મીડિયાને જણાવ્યુ હતું કે, આ દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રના ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ કરવી નહીં અને તેનો વિરોધ પણ થવો ન જોઈએ.

આગામી તારીખ 26 અને 27મેના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે અને શહેરના લિંબાયત વિસ્તારમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં બાબાના કાર્યક્રમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સુરતમાં આવ્યા હતા. અને તેમણે બાગેશ્વરના દિવ્ય દરબારને ધાર્મિક કાર્યક્રમ ગણાવ્યો હતો. પ્રવિણ તોગડિયાએ વધુમાં કહ્યું હતું કે, જણાવ્યુ હતું કે, 'કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોઈ પણ કોમેન્ટ કરવી ન જોઈએ. આ હિન્દુઓનો દેશ છે. ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે છે.'આ ઉપરાંત બાગેશ્વર બાબાના ચમત્કાર વિશે પ્રશ્ન કરતાં પૂછતા તેમણે એક જ વાતનું રટણ કર્યું હતું કે, 'કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ કરવી નહીં આ હિન્દુઓનો દેશ છે અને અહિયાં ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે અને તે ચાલતા જ રહેવાના છે.'

સંબંધિત સમાચાર

Next Article