જાણો કેમ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત સરકારે કોરાણે મુકી દીધો

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (17:10 IST)
વિધાનસભા સત્ર દરમિયાન થયેલી ચર્ચામાં વડાપ્રધાન મોદીના સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવા પ્રોજેક્ટને કોરાણે મૂકી દેવામાં આવ્યો છે, તો સ્વચ્છતા અભિયાન મિશનમાં ખૂદ કેન્દ્ર સરકારે ઓછા નાણાં ફાળવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.દેશમાં વિજ્ઞાપનથી લઇને સરકારી ઓફિસોમાં સ્વચ્છતા અભિયાનની વાતો થઇ રહી છે, પરંતુ હકીકતમાં યોગ્ય નીતિ અને કેન્દ્રનો ગુજરાતને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016-17ની સરખામણીએ વર્ષ 2017-18માં ઓછા નાણાં ફાળવ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રૂપિયા 200 કરોડનો ઘટાડો કરાયો છે. કેન્દ્રએ ગુજરાતને વર્ષ 2016-17માં રૂપિયા 669 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે વર્ષ 2017-18માં રૂપિયા 469 કરોડ ફાળવ્યા છે.આ સિવાય વિધાનસભા સત્રમાં જાણવા મળ્યું કે ખેલો ઇન્ડિયાની વાત વચ્ચે રાજીવ ગાંધી ખેલ અભિયાન યોજના પણ કોરાણે મૂકાઇ છે. કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં એકપણ રૂપિયાની સહાય કરી નથી. તો અન્ય માહિતી દરમિયાન પાકિસ્તાન જેલમાં હજુ પણ ગુજરાતના 433 જેટલા માછીમારો કેદ છે, વર્ષ 2017માં 510 જ્યારે 2018માં 177 માછીમારોને મુક્ત કરાયા હતા. બે વર્ષમાં કુલ 687 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

Next Article