આ જિલ્લા માટે સારા સમાચાર: આજે કોરોના નિલ, માત્રા આટલા છે એક્ટિવ કેસ

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (15:28 IST)
જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના સફળ પ્રયાસોના પરિણામો આજે કોરોનાનો એક પણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો નથી. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. એક પછી એક તાલુકાઓમાં નવા કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા અંતે આજે જિલ્લામાં નવા કેસોનો અંક ઝીરો નોંધાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોના સફળ સંકલન અને માઇક્રોપ્લાનીંગ દ્વારા કરેલ વ્યુહ રચના કારણે આ સફળતા પામી શકયા છે. જેના માટે જિલ્લા આરોગ્ય વિભાગ, પોલિસ વિભાગ, સફાઇ કર્મચારીઓ, આશાવર્કર, આંગણવાડી કાર્યકરો, વહિવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ, તમામ નામી-અનામી કોરોના ફ્રટલાઇનર્સ અને સૌથી મહત્વપૂર્ણ જાહેર જનતા અભિનંદનને પાત્ર છે. 
 
ફ્રંટલાઇનર્સના પરિશ્રમ, સેવાભાવના તથા જાહેરજનતા એ જેવી રીતે લોકડાઉન, કોરોના માર્ગદર્શિકાનું પાલન, રસીકરણમાં સાથ સહકાર આપી તમામ સાવચેતીઓ જાળવી મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય સાધ્યું તેના જ પરિણામે આજે આપણે કોરોનાને પરાસ્ત કરવામાં પહેલી સફળતા પ્રાપ્ત કરી છે. સંપૂર્ણ સફળતા ત્યારે મળશે જયારે જિલ્લામાં રસીકરણ ૧૦૦ ટકા થશે. 
 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, સૌના સહિયારા પ્રયાસોના કારણે આપણે જિલ્લાને કોરોના મુકત બનાવી શકયા છીએ. વધુમાં તેમણે તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવી રાખવા માટે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી રસીકરણને વેગવાન બનાવવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article