પત્નીના સપાટ નાકથી નાખુશ પતિ વિરૂદ્ધ મહિલાએ નોંધાવી ફરિયાદ, પત્નીને ગણાવી 'અભાગી'

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (18:20 IST)
અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં સોમવારે 37 વર્ષીય મહિલાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ ઘરેલૂ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિ અને સાસરીયાવાળા તેના સપાટ નાકને લઇને ખુશ નથી અને કોસ્મેટિક સર્જરી માટે દબાણ કરી રહ્યા હતા. એટલું જ નહી પતિ અને સાસરીયાવાળા મનહૂસ કહીને બોલાવે છે.
 
મહિલાએ પોતાની એફઆઇઆરમાં આરોપ લગાવ્યો કે તેના સાસરીયવાળા અને પતિ તેને પોતાના માટે અભાગી ગણે છે. એટલું જ નહી તે લોકો મહિલાને તેની પ્રથમ પુત્રીના મોત માટે જવાબદાર ગણાવે છે. મહિલાની પુત્રીનું પાટણ સ્થિત સાસરીમાં તળાવમાં ડુબવાથી મોત નિપજ્યું હતું. મહિલા બે બાળકોની માતા છે. પોતાની એફઆઇમાં મહિલાએ કહ્યું કે તેને વર્ષ 2006માં પોતાના પરિવારની મરજી મુજબ લગ્ન કર્યા હતા. 
 
મહિલાએ કહ્યું કે તેઓ અવારનવાર મને મેણા મારતા હતા અને કહેતા હતા કે હું કેટલી ખરાબ દેખાઉ છું. મારા પિતાએ મને કોસ્મેટિક સર્જરી માટે કહ્યું હતું. પતિએ કહ્યું કે મારું નાક સપાટ છે અને હું સારી લાગતી નથી. મે જ્યારે જ્યારે તેનો વિરોધ કર્યો તો તેને મારી સાથે મારઝૂડ કરી. પીડિતાએ કહ્યું કે તેના પતિ પરિવારની અન્ય મહિલા સભ્યોના ચહેરા સાથે તેની તુલના કરતા હતા અને ત્રાસ આપે છે.
 
મહિલાએ વર્ષ 2008માં પોતાના પતિનું ઘર છોડી દીધું હતું અને પાટણમાં ઘરેલૂ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પછી પરિવારના સભ્યોના હસ્તક્ષેપ બાદ મહિલાએ કેસ પાછો ખેંચી લીધો છે. પછી બંને વચ્ચે સહમતિ થઇ ગઇ. મહિલાને પછી બે સંતાનો થયા અને સાસરીમાં રહેવા લાગી હતી. ગત 10 એપ્રિલના રોજ મહિલાને પતિએ તેને ઘરેથી કાઢી મુકી છે.

સંબંધિત સમાચાર

Next Article