વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા દિવાળીપુરા ચાર રસ્તા પાસે સવારે સ્કૂલવાન અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ જેટલા સ્ટુ઼ડન્ટ ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની શબરી સ્કૂલની વાન વહેલી સવારે સ્ટુડન્ટને લઇને સ્કૂલ તરફ જઇ રહી હતી. સ્કૂલવાન જ્યારે ઓલ્ડ પાદરા રોડ પર આવેલા દિવાળીપુરા ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે હોન્ડા સિટી કાર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂલવાનમાં બેઠેલા પાંચ જેટલા સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત સ્ટુડન્ટ્સને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.