બારમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સાહિત્યકારોની સરકારને રજુઆત

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2017 (14:38 IST)
ગુજરાતમાં જ માતૃભાષાના ઘટતા પ્રભુત્ત્વ અને ચલણને પગલે ગુજરાતી ભાષા હવે ખૂણામાં ધકેલાઇ જઇ રહી છે ત્યારે રાજ્યના સાહિત્યકારોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ મળીને ગુજરાતી ભાષાના સંર્વધન અને સરંક્ષણ માટે દરેક શાળામાં ધોરણ -૧૨ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાની રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાને આ અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. માતૃભાષા અભિયાનના નેજા નીચે એક પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળ જ્ઞાનપીઠ વિજેતા રઘુવીર ચૌધરીની આગેવાની નીચે મળ્યું હતું. પ્રતિનિધિમંડળે ધોરણ એકથી બારમા સુધી ગુજરાતી ફરજિયાત કરવા રજુઆત કરી હતી. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓના સંવર્ધન અને સંરક્ષણ માટે બીજી રાજ્ય સરકારોએ લીધેલા પગલાંની ચર્ચા થઈ પણ થઇ હતી.
Next Article