વરસાદ પડવાની શક્યતાઓ વચ્ચે અમદાવાદ પહોંચ્યા મોદી

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (15:56 IST)
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે જાપાનના વડાપ્રધાન 3.30 વાગ્યે એરપોર્ટ પહોંચશે. બે દેશના PMના સ્વાગત અને રોડ શો માટે તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, ત્યાં જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા થતાં વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર છે.
 
 
 

સંબંધિત સમાચાર

Next Article