વરસાદને લઇને હવામાન વિભાગની મોટે આગાહી, ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (10:34 IST)
ભારતીય હવામાન વિભાગે 8મી જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કારણ  કે ગુજરાતમાં દક્ષિણ-પશ્વિમ મોનસૂન સક્રિય થઇ ગયું છે. IMD એ સોમવારની આગાહીમાં જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે."
 
સોમવારે 
રવિવારે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય જિલ્લાના 100 થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં સુરતના માંગરોળમાં સૌથી વધુ 38 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ તાપીમાં સોનગઢમાં 35 મીમી, વડોદરાના કરજણ અને અમરેલીના ખાંબા 34 મીમી, નવસારીના નવસારી તાલુકા અને સુરતના માંડવીમાં 32 મીમી, ભરૂચમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો.
 
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સપ્તાહ દરમિયાન વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે. 6 જુલાઈએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વધુ જિલ્લાઓમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
 
વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે. 
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
 
ભારે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. રવિવારે રાજ્યના વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પછી કંડલા પોર્ટમાં તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 36.8, ભુજ અને નલિયામાં 36, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 34.5, ભાવનગરમાં 34.2 અને સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સંબંધિત સમાચાર

Next Article