અવળી ગંગાઃ સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આગ ચાંપીને આપધાત કર્યો

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (11:53 IST)
મોટેભાગે સાસરીયાના ત્રાસથી કંટાળીને પરણિતા અઘટિત પગલું ભરતી હોય છે. પરંતું નરોડાના ઠક્કરનગરમાં બનેલા એક બનાવમાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને પતિએ સળગી જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ક્રિશ્નનગર પોલીસે મૃતકની પત્ની અને સાસુ વિરૃધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઠક્કરનગરમાં આદર્શ ગલીમાં કનિતાબહેન લધાણીના પુત્ર ધર્મેન્દ્ર ઊર્ફે બાબુના લગ્ન ૧૨ વર્ષ અગાઊ અમૃતા ઊર્ફે અનીશા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાર્ધીરજ નામનો ૧૦ વર્ષનો પુત્ર છે.
ALSO READ: બાળકના ગળામાં ફંસાઈ બૉલ, સારવાર માટે સાત હોસ્પીટલમાં ભટકી માતા, બાળક પછી સદમામાં નાનાની મૌત
ધર્મેન્દ્ર કવિતાબહેનના ઠક્રનગરમાં બગીચાની ગલીમાં આવેલા અન્ય મકાનમાં રહેતો હતો. લગ્ન બાદ કવિતાબહેન પણ તેમની સાથે રહેતા હતા. જોકે ધર્મેન્દ્ર અને અનીશા વચ્ચે નજીવી બાબતે ઝઘડા થતા હોવાથી કવિતાબહેન તેમના નાના દિકરા સાથે રહેવા જતા રહ્યા હતા. અવારનવાર ઝઘડા થતા હોવાથી અનીશાએ પતિ ધર્મેન્દ્ર વિરૃધ્ધ ફેમીલી કોર્ટમાં ખાધા ખોરાકીની ફરિયાદ દાખલ કરી હોવાનું ક્રિશ્નનગર પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું. બીજીતરફ ધર્મેન્દ્ર ખાધા ખોરાકીના પૈસા ભરી ન શકતા તેને સેન્ટ્રલ જેલમાં પુરી દેવાયો હતો.
ALSO READ: સુરતમાં પાંચ વર્ષની માસુમ બાળા પર સગા ભાઈએ બળાત્કાર ગુજાર્યો
બાદમાં કવિતાબહેને ૩૧ ઓગષ્ટના રોજ ફેમીલી કોર્ટમાં પૈસા ભરતા પુત્રનો જેલમાંથી છુટકારો થયો હતો. જેલમાં રહેવું પડયું હોવાથી ધર્મેન્દ્ર ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. દરમિયાન ૨૧ સપ્ટેમ્બરના રોજ કવિતાબહેનને તેમના ઓળખીતાએ ધર્મેન્દ્રને કંઈક થયું છે કહેતા તે બંશીભાઈ બિલ્ડીંગ નજીક પહોંચ્યા હતા. તેમણે જોયું તો પુત્ર ધર્મેન્દ્ર શરીરે ખુબ જ દાઝી ગયો હતો. સારવાર અર્થે તેને શારદાબહેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. કવિતાબહેનને જાણ કરનારા પ્રકાશભાઈ મીરચંદાણીએ તેમને કહ્યું હતું કે ધર્મેન્દ્ર પોતાની જાતે કેરોસીન છાટીને સળગ્યો હતો.
કવિતાબહેને પુત્રને પુછતા તેણે કહ્યું હતું કે મમ્મી હું ધીરજને જોવા ગયો હતો પરંતુ મને મળવા ન દીધો અને મને ખુબ માર માર્યો હતો. એટલું જ નહી ધક્કા મારીને અનીશા અને મારી સાસુએ મને બહાર કાઢી મુક્યો હતો. આથી પત્ની અને સાસુના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ૨૧ સપ્ટેમ્બરના રોજ શરીર પર કેરોસીન છાડીને દિવાસળી ચાપી દીધી હતી. જેમા ં૨૨ સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન શારદાબેન હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. કવિતાબહેને આ અંગે ક્રિશ્નનગર પોલીસ સ્ટેશનમાંઅમૃતા ઊક્રે ણનીશા અને તેની માતા કવિતા વિરૃધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
 
 

સંબંધિત સમાચાર

Next Article