જેઠે ભાઈની પત્નીને પંખે લટકાવી માતાને કર્યો વીડિયો કોલ, ત્યારબાદ આચર્યું દુષ્કર્મ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (10:55 IST)
ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. સતત સમાજમાંથી અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સમાજ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો રાપર તાલુકાથી પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે મુળ હિંમતનગરના હાલે રાપરના ખાંડેક ગામે રહેતા પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્નને છ વર્ષ થયા છે તેને સંતાનમાં એક પુત્રી છે જે દિવાળી બાદ માતા-પિતા સાથે હિંમતનગરમાં રહે છે. જ્યારે તેમના પતિ આણંદ વિદ્યાનગરમાં રહે છે. 
 
પરિણીતા પોતાની પુત્રી સાથે વાત કરી રહી હતી ત્યારે તેના જેઠ રૂમમાં આવ્યા અને ફોન ઝૂંટવીને દરવાજો બંધ કરી લીધો હતો. અને પરણિતાના બંને હાથ દુપટ્ટા વડે બાંધી તેને પંખે લટકાવી દીધી. અને પોતાની માતાને વીડિયો કોલ કરી વહુની આ હાલત કરી છે દેખાડ્યું હતું. જેમાં પરિણીતાની સાસુએ આને પતાવી નાખજે નહીં તો આપણને મારી નાખશે તેમ કહ્યા બાદ ફોન કટ કરી જેઠે તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને પરણિતાને ધમકી આપી હતી કે જો કોઇને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. 
 
આ ઘટના બાદ બીજા દિવસે તેમના પરિવારની નજર ચુકાવી પરિણીતા પોતાના વતન પહોંચી હતી અને આ તમામ હકીકત તેમના માતા-પિતાને જણાવી તેમણે હિંમતનગર પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને ફરિયાદ અરજી કર્યા બાદ ત્યાંથી પુર્વ કચ્છ એસપી સુધી આ ફરિયાદ અરજી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાઇ હતી

સંબંધિત સમાચાર

Next Article