ગુજરાતમાં વરસાદને કારણે મુશ્કેલી, અત્યાર સુધીમાં ૨૯ લોકોના મૃત્યુ

Webdunia
મંગળવાર, 24 જુલાઈ 2018 (13:41 IST)
વરસાદ ને કારણે ગુજરાત ના ઘણા વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ બની ગઈ છે. સૌથી વધુ પ્રભાવિત જીલ્લા માં નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર છે. તે વિસ્તારમાં હવામાન વિભાગ એ આગળના પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
 
પાછળ ના ઘણા દિવસથી થતો ભારે વરસાદના લીધે ૨૯ લોકોનું મૃત્યુ થયું છે. તેમાંથી ૧૦ લોકો નું મૃત્યુ પુર ના કારણે થયું છે, બીજા ૧૯ લોકો નું ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે મૃત્યુ થયું છે. વરસાદને કારણે રાજ્ય ના ૫ સ્ટેટ હાઇવે અને ૧૪૪ ગામડાના રસ્તા એકદમ બંધ થઇ ગયા છે. ત્યા તેવા ગામ પણ છે જેનો સંપર્ક તૂટી ગયો છે. પ્રશાસન ના જૂનાગઢ, રાજકોટ, નવસારી, વ્યારા, સુરત, મહીસાગર, પાલનપુર, અમદાવાદ,વડોદરામાં એનડીઆરએફ ની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. 
પ્રશાસકના આંકડા મુજબ અત્યાર સુધી એનડીઆરએફ  એ ૨૫૨ લોકોને રેસ્ક્યુ કરીને કાઢયા. જયારે સરકાર એ વરસાદ માટે સીએમ ની અધ્યક્ષતા માં ઈમરજન્સી બેઠક બોલાવી. 
 
મુખ્યમંત્રી વિજય રુપાણી ના મુજબ જરૂર પડે તો એયરફોર્સ ને પણ તૈયાર રહેવા નું કહીયુ છે. મુખ્યમંત્રી ને ખુદ ગીર સોમનાથ અને ઉના ના જીલ્લા કલેકટર થી પુર વિશે  બયાન લીધું. પુર માં ફસાયેલ લોકો ની મદદ માટે અત્યારે તૈનાત ૧૫ એનડીઆરએફ ની ટીમ ની સાથે ૫ વધુ ટીમ ને પણ જોડવા માં આવશે. પુર માં મદદ માટે કંટ્રોલ રૂમ ને પણ ખોલી દેવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article