નવા વર્ષ પર હંગામો કરનારા પર લગામ લગાવવા માટે ગુજરાત પોલીસે પ્લાન બનાવ્યો છે. જેના હેઠળ જશ્ન દરમિયાન દારૂ પીને ગાડી ચલાવનારા વ્યક્તિને પકડતા પોલીસવાળાને ઈનામ મળશે. દારૂ પીને દરેક વ્યક્તિને પકડતા પોલીસને 100 રૂપિયા આપવામાં આવશે. આ ઓર્ડર દક્ષિણ ગુજરાતના આઈજી જીએસ મલિકે આપ્યો છે. મલિકનું આ સર્કુલર સૂરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જીલ્લાના સુપ્રીટેંડેટ્સ માટે છે.
ગુજરાતમાં આ બધુ નવુ નથી. ત્યા દરેક વર્ષે નવા વર્ષના જશ્ન પર નજર રાખવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. રાજ્યમાં આમ પણ દારૂ પર રોક છે. સાથે જ તેનાથી નશાને કારણે થનારી દુર્ઘટનામાં પણ કમી આવે છે.
31 ડિસેમ્બર 2016નાર જ વલસાડ પોલીસે 325 લોકોને દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતા પકડ્યા હતા. તેમાથી મોટાભાગના કેન્દ્ર શાસિત પ્રદેશ દમન અને દીવમાંથી ગુજરાતની સીમામાં ઘુસી રહ્યા હતા.
દમન-દીવથી આવે છે દારૂ પીને - દક્ષિણ ગુજરાતના મોટાભાગના લોકો નવા વર્ષનુ જશ્ન મનાવવા માટે દમન-દીવ તરફ જાય છે અને રાત્રે જ પોતાના ઘરે પરત ફરે છે. ગુજરાતમાં દારૂબંદીને કારણે જ લોકો દમન-દીવથી દારૂ પીને આવે છે. તેમાથી મોટાભાગના લોકોને બોર્ડર પર જ પકડી લેવામાં આવે છે. ત્યા સૌથી વધુ લોકોને પકડવામાં આવે છે.
એક છાપા સાથેની વાતચીતમાં આઈજી મલિકે જણાવ્યુ કે અમે નવા વર્ષ દરમિયાન દારૂ પર રોકના નિયમ પર ધ્યાન આપીએ છીએ. 100 રૂપિયાનુ ઈનામ પણ પોલીસવાળાને પ્રોત્સાહન આપવા માટે મુકવામાં આવ્યુ છે. મલિકે એ પણ કહ્યુ કે ગુજરાતમાં દારૂ પર રોક છે. તેથી મોટાભાગના લોકો દારૂ પીને ગુજરાતની સીમામા દાખલ થાય છે. આવા લોકો પર સખત એક્શન લેવામાં આવશે. બીજી બાજુ વડસાડ પોલીસ અધિકારી સુનીલ જોશીએ જણાવ્યુ કે સીમા સાથે વિસ્તારની અંદર પણ સારી રીતે નજર રાખવામાં આવી રહી છે.