આજે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મહાદેવના દર્શન કરી શકે તે માટે ભક્તો મધરાતથી જ મંદિરોની બહાર ઉભા રહ્યા છે. મંગળવારે રાત્રે 2:30 કલાકે ઉજ્જૈન મહાકાલના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને સવારે 4:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ઝારખંડના દેવઘરમાં આજે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. તે જ સમયે, વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં ચાર વાગ્યે આરતી કરવામાં આવશે અને તેની સાથે ઝાંખી પણ ચાલુ રહેશે. ગુજરાતના શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પણ આજે સવારે 4 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું રહેશે આ ઉપરાંત દેશના અન્ય મોટા મંદિરો અને જ્યોતિર્લિંગોમાં પણ મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
08:44 AM, 26th Feb
અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોકિયું કરીએ.
અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, શહેરના મધ્ય ભાગમાંથી સાબરમતી નદી વહેતી હોવાથીએ અમદાવાદ બે ભાગ વહેંચાયેલું છે. અમદાવાદ પૂર્વ અને પશ્નિમ અમદાવાદ. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ઘણો વધ્યો છે.