અમરેલીમાં કારમાં રમી રહ્યા હતા ચાર બાળકો, અચાનક દરવાજો થયો લોક, દમ ઘૂંટાવવાથી ચાર બાળકોના મોત

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2024 (15:33 IST)
car lock
અમેરેલીમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અહી અમરેલી તાલુકાના રંઘિયા ગામમાં કારમાં દમ ઘૂંટાય જવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થયા. ચારેય બાળકો કારમાં રમી રહ્યા હતા અને આ દરમિયાન ગેટ લૉક થઈ ગયો. ગેટ ન ખુલવાને કારણે દમ ઘૂંટાય જવાથી બધા બાળકોના મોત થઈ ગયા. 
 
ઘટના શનિવારે જીલ્લાના રંઘિયા ગામમાં થઈ. 
 
ખેતીના મજૂર દંપતીના બાળકો હતા 
પોલીસ ઉપાધીક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યુ કે  અમરેલી તાલુકાનાં રાંઢીયા ગામે ભરતભાઈ ભવાનભાઈ માંડાણીનાં ખેતરમાં ખેત મજૂરી કરતા સોબિયાભાઈ જેઓ મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી છે. તે તેમજ તેમનાં પત્નિ અને સાત બાળકો વાડીમાં ખેત મજૂરી કરતા હતા. તા. 2 નાં રોજ સવારે સાડા સાત વાગ્યે બંને જણા ખેત મજૂરીએ ગયેલ અને ઘરે તેમનાં બાળકો એકલા હતા. ખેતરમાં વાડી માલીકની જે કાર હતી. ત્યાં આગળ તેમનાં ચાર બાળકો ગાડીને ખોલી રમવા ગયા હોઈ શકે અને ગાડી લોક થઈ ગઈ હતી. ત્યાર બાદ મજૂરીથી પરત આવ્યા બાદ તેઓએ બાળકોની શોધખોળ હાથ ધરતા બાળકો કારમાંથી મળી આવ્યા હતા. ત્યારે આ સમગ્ર બાબતે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

બાળક કારમાં લોક થઇ ગયું હોય તો શું કરશો ?
 
- પોલીસ અને એમ્બ્યુલન્સને કોલ કરો તમે રેસ્ક્યૂ ઓપરેશન સ્ટાર્ટ કરો, જેથી બાળકને કારમાંથી બહાર કાઢીને તરત જ ઇમરજન્સી હોય તો મેડિકલ સપોર્ટ મળી શકે.
-  સૌથી પહેલા કારના કાચ અને બોડી પર પાણી નાંખો અથવા ભીના કપડાંથી કારની સ્ટીલ સ્પેસ ઢાંકી દો. આમ કરવાથી કારની અંદરનું ટેમ્પરેચર 10 ડિગ્રી સુધી ઓછું થઇ જાય છે.
-  જો કાર તડકામાં ઉભી છે અને બાળક લોક થયાને 5-10 મિનિટ થઇ ગઇ છે તથા તમારી પાસે કારની ચાવી પણ નથી તો મોડું કર્યા વગર કારના દરવાજાનો તોડવાનું કે ખોલવાનું કામ કરો.  
- તમને જાણીને નવાઈ લાગશે કે ગરમીના કારણે શરૂઆતની 5-10 મિનિટમાં કારનું ટેમ્પરેચર બહારના તાપમાનની સરખામણીએ 75 ટકા વધી જાય છે. એટલે કે બહારનું ટેમ્પરેચર 40 ડિગ્રી હશે તો અંદરનું તાપમાન અંદાજે 70 સુધી પહોંચી શકે છે. તેવામાં હીટ બહાર ન નીકળવાથી બાળક બેભાન થઇ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને જીવ પણ જઇ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article