ફાઈટર પ્લેન કેવી રીતે થયુ ક્રેશ ? ભારતીય વાયુસેનાએ બતાવ્યુ કારણ

Webdunia
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (10:57 IST)
ભારતીય વાયુસેનાનુ ફાઈટર પ્લેન ગુજરાતના જામનગરમાં ક્રેશ થયુ અને દુર્ઘટનામાં એક પાયલોટનો જીવ જતો રહ્યો. આ દુર્ઘટનાને લઈને ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યુ છે. જેમા દુર્ઘટના થવાનુ કારણ બતાવ્યુ છે. સાથે જ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેના તરફથી ટ્વીટ આવ્યુ છે. જેમા દુર્ઘટના થવાનુ કારણ બતાવ્યુ છે.  સાથે જ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય વાયુસેના તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ છે કે ગુજરાતના જામનગર એયરફીલ્ડથી ઉડાન ભરી રહેલ IAF જગુઆર 2 સીટર વિમાન રાત્રિ મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. 
 
 
જમીન પર પડતાની સાથે થયા ટુકડા અને લાગી ભીષણ આગ 
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને આ ઉડાન પ્રેક્ટિસ માટે હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. ક્રેશ થવાના ડરથી, બંને પાઇલટ્સે વિમાનને ખાલી જગ્યા તરફ વાળ્યું. દરમિયાન, વિમાન જામનગર શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર સુવરદા ગામની બહાર એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું.

<

Gujarat: One pilot died and another is injured in Jamnagar fighter plane crash. IAF sent helicopters for rescue and relief operations. Two days ago also a trainee plane had crashed. pic.twitter.com/VShjEqWnxS

— Dr. Suraj Pratap Singh (@loveindia33) April 2, 2025 >

સંબંધિત સમાચાર

Next Article