સુરત: 7 રાઉન્ડ ફાયરિંગમાં વેપારીની હત્યા, પિતા પર શંકા જતા આપઘાત કર્યો

Webdunia
સોમવાર, 17 જૂન 2019 (17:31 IST)
થોડા દિવસ પહેલા મહુવાના આંગલઘરા ખાતે સાત રાઉન્ડ ફાયરિંગ અજાણ્યા શખ્સો દ્વારા વજન કાંટાના વેપારીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને વેપારીના પિતા અને તેના બેન-બનેવી પર શંકાના આધારે પૂછપરછ કરી હતી. ત્યારે આજે વેપારીના પિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 9 જૂનના રોજ સંજયસિંહ દેસાઇનું તેની જ ઓફિસમાં અજાણ્યા શખ્સોએ 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ ઘટનાને લઇ સંજયસિંહની હત્યાનો ગુનો નોંધી મહુવા પોલીસ તપાસ હાથ ધરી હતી. પોસીલ પૂછપરછ દરમિયાન સંજયસિંહની પત્નીએ અવારનવાર ઝગડા થતા હોવાથી તેના પતિના પિતા અને બેન-બનેવીએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.
 
સંજયસિંહની પત્નીના નિવેદન આપ્યા બાદ પોલીસે તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરી આવી હતી. પુત્રની હત્યા પિતાએ કરી હોવાની શંકાના આધારે વેપારીની અંતિમયાત્રા પણ તેના પિતાને સામેલ થવા દેવામાં આવ્યા નહોતા. જેના કારણે પિતા તેની દીકરીના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારે મહુવા પોલીસ દ્વારા ગ્રામજનો તેમજ સંજયસિંહના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આજે દીકરીના ઘરે પિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

Next Article