કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો

Webdunia
શનિવાર, 6 ઑગસ્ટ 2022 (12:43 IST)
રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.
 
દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલું પોતાના શરીરે છાંટ્યું
કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. જોકે, મુંખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક હજુ ચાલુ છે.

સંબંધિત સમાચાર

Next Article