વડોદરામાં બોર્ડ પરીક્ષાર્થીઓનુ થયુ અનોખી રીતે સ્વાગત

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (14:11 IST)
ધો 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે.આજે બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે ધો 10ના વિદ્યાર્થીઓ તનાવ ના અનુભવે તે માટે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓનુ ફુલ,ચોકલેટ અને તિલક વડે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડોદરાના વીઆઈપી રોડ પર આવેલી જય અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓનુ સ્વાગત જરા હટ કે કરવામાં આવ્યુ હતુ.

શાળાના જ વિદ્યાર્થીઓના એક બેન્ડે સંગીતમય સ્વાગત સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકાર આપ્યો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓનુ પોતાનુ જ બેન્ડ બનેલુ છે.શાળાના આચાર્ય પરેશભાઈનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમે આ જ રીતે વિદ્યાર્થીઓનુ સ્વાગત કરીએ છે.શાળાના 24 વિદ્યાર્થીઓના બેન્ડે આજે વેલકમ...ના સૂર છેડીને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
Next Article