pawagadh- પાવાગઢઃ ખોદકામ દરમિયાન મળ્યા દારૂગોળા

Webdunia
શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (19:01 IST)
યાત્રાધામ પાવાગઢમાંથી પુરાતન કાળના ગોળા મળી આવ્યા છે. પાવાગઢથી યુદ્વની તોપમાં વપરાતા ગોળાનો જથ્થો મળી આવ્યો છે. પાવાગઢમાં જ્યારે એક જૂની ધર્મશાળાને તોડવામાં આવી રહી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં લોંખડના ગોળા મળી આવ્યા છે. 
 
ગુજરાતમાં ઇ.સ. 1458-1511માં  મહમદ બેગડાનો આતંક હતો. માત્ર 13 વર્ષની વયે સુલતાન બનનારો મહમૂદ બેગડાના મનમાં અજેય અને ચક્રવતી બનવાનું ભૂત સવાર હતું. ઈતિહાસ નોંધે છે કે, તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે 'બેગઢો' કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ 'બેગડો' પ્રચલિત બન્યું. પાવાગઢ -ચાંપાનેરમાં ક્ષત્રીય  વંશજોનો લાંબો-બહોળો ઈતિહાસ છે. 

સંબંધિત સમાચાર

Next Article