શિક્ષણમંત્રીએ શાળાના ટોઇલેટની ગંદકી જોઈ પોતે જ સાવરણો લઈને ટોઇલેટ સાફ કર્યું

Webdunia
શનિવાર, 14 જાન્યુઆરી 2023 (13:37 IST)
ગુજરાતના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયાની એક અનોખી કામગીરી સામે આવી છે. રાજ્ય શિક્ષણમંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી અને શાળામાં સ્વચ્છતા અને સાફ-સફાઈને લઈ રાજ્યમાં અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો હતો.

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ સરકારી શાળાઓમાં સ્વચ્છતા બાળકો માટે સૌથી મહત્વનું પરિબળ છે. શાળાના શૌચાલયની સફાઈ અને સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે. આ સંદેશને ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અનોખી રીતે પહોંચાડવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જાતે શાળાના શૌચાલયની સાફ-સફાઈ કરી છે. મંત્રી શૌચાલયની સાફ-સફાઈ કરતો હોવાનું વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ શૌચાલયને પોતે સ્વચ્છ કરવાની કામગીરી કરી રહ્યા છે જે થકી શાળામાં અને શાળાના શૌચાલયમાં સ્વચ્છતા રાખવાનો વિશેષ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા ગામ સ્થિત આવેલી સરકારી પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળાના તમામ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. શાળામાં ભણતા બાળકો સાથે વર્ગખંડોમાં બાળ ગોષ્ઠી પણ કરી બાળ વિદ્યાર્થીઓને શિસ્ત સેવા અને પુરુષાર્થ વિશે સમજ પણ આપી હતી.

સંબંધિત સમાચાર

Next Article