પંજાબના યુવાઓને ડ્ર્ગ્સે સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધુ છે. અનેક પરિવાર પણ બરબાદ થઈ ચુક્યા છે. ડ્રગ્સની આ લત હવે ગુજરાતના યુવાઓને પણ ઝડપથી લાગી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ્બ્યુરો મુજબ આ સમયે ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સનુ સેવન ઝડપથી વધી રહ્યુ છે. બ્યુરો મુજબ સૌથી વધુ યુવા પાર્ટીને બહાને ડ્રગ્સનુ સેવન કરે છે. તસ્કરીના રસ્તા બદલાય ગયા છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુજબ પહેલા કાશ્મીરથી મુંબઈ કે રાજસ્થાન થતા ગુજરાતમાં ડ્રગ્સ આવતુ હતુ. પછી અહીથી કેરિયરના માધ્યમથી ડ્રગ્સ રિસીવરને આપવામાં આવતુ હતુ. પણ હવે કેરિયરના રૂપમાં નાઈજીરિયંસનો ઉપયોગ વધી ગયો છે. એવુ માનવામાં આવે છે કે યુવા પાર્ટી કરવાને બહાને ગેરકાયદેસર રીતે ડ્રગ્સને ખરીદીને નશો કરી રહ્યા છે. તેમા ગુજરાતના બધા મોટા શહેરના યુવાઓનો સમાવેશ છે.
5 વર્ષમાં ડ્રગ્સના અનેક કેસ કર્યા - હરિઓમ ગાંધી
એનસીબીના અધિકારીઓ મુજબ અમદાવાદમાં સૌથી વધુ યુવા ડ્રગ્સનુ સેવન કરી રહ્યા છે. બીજી બાજુ વડોદરામાં પણ તેમા ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ કહ્યુ કે છેલ્લા 5 વર્ષમાં આપણે ડ્રગ્સના અનેક કેસ કર્યા છે. તેમા ડ્રગ્સ રિસીવર અને કેરિયરની ધરપકડ થઈ છે. અમે જોયુ કે તેમા વિદેશી નાગરિકોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યના બધા મોટા શહેરોમાં યુવા ઝડપથી ડ્રગ્સના એડિક્ટ બની રહ્યા છે.
મહિલાઓની વધતી સંખ્યા ચિંતાજનક
ડ્રગ્સ લેવામાં સ્ત્રીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ડ્રગ્સ પહોંચાડવાની પણ નવી નવી રીત ઉપયોગમાં લેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ પકડાયેલા એક નાઈજીરિયનની ચપ્પલમાં ડ્રગ્સ મળી. છાપા દરમિયાન પણ ઘણી માત્રામાં ડ્રગ્સ મળી રહી છે. છાપાની કાર્યવાહી દર વર્ષે વધી રહી છે અને દરેક વખતે યુવા જ તેમા ફસાયેલા જોવા મળે છે.
આ છે પ્રમાણ કે ક્યારે કેટલા આરોપી ડ્રગ્સ સહિત પકડાયા