હાર્દિકના ઉપવાસનો 15મો દિવસ, ધર્મગુરૂઓ કરશે મુલાકાત, કેન્ડલમાર્ચ યોજાઈ

શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (10:08 IST)
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે. હાર્દિકના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. ત્યારે આજે હાર્દિકના પાટીદાર સમર્થકોએ મહેસાણા ગોઝારીયામાં બંધનું એલાન આપ્યું છે.

પાટીદારો દ્વારા સ્વેચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. ગોઝારીયાના બજારમાં દુકાનો બંધ જોવા મળી છે. તથા વિસનગર- અમદાવાદ હાઈવે ગોઝારીયા ખાતે વાહન વ્યવહાર પણ યથાવત છે. હજુ સુધી કોઈ પણ પરિવહન સેવાને અટકાવવામાં નથી આવી, સાથે જ શાંતિપૂર્ણ રીતે બંધ પડાયો છે. મહેસાણાના જકાસણા ગામમાં હાર્દિકના ઉપવાસને સમર્થન આપવા માટે સમસ્ત પાટીદારોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. કેન્ડલ માર્ચની સાથે સાથે રામધુન કરીને ગામમાં ફર્યા હતા. અને હાર્દિકના સમર્થનમાં ‘હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે’ના નારા પણ ગુંજ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર