હાર્દિકને ગણાવ્યો સરદાર પટેલનો પુનઃજન્મ

શુક્રવાર, 6 મે 2016 (11:47 IST)
સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા દિલીપ સાબવાએ પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલ અને વાસુદેવભાઈને પત્ર લખીને પડકાર ફેંક્યો અને જણાવ્યું છે કે, તમે સમાજ માટે શું યોગદાન આપ્યું તે જણાવો. પાટીદાર સમાજ સંગઠનને તોડવાનો પ્રયાસ ન કરો. આ સાથે દિલીપ સાબવાએ હાર્દિક પટેલને સરદારનો પુનઃજન્મ ગણાવ્યા છે.
 
સાબવાએ પત્રમાં લખ્યું છે કે, હાર્દિક પટેલ જેવા સરદાર પટેલ જેવું કાળજુ રાખનાર કદાચ સરદાનો પુનઃજન્મ હોય શકે. આવા યુવાનોને તમે છેલ્લા ઘણા સમયથી દબાવવાનો પ્રયાસ અને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તેવું સમાજમાં ચર્ચાઈ રહ્યું છે. તમે બંને સરકારમાં એમ કહો છો કે, બધુ અમે પતાવી દઇશુ, તમે ચિંતા કરતા નહીં એટલે શું? તમારે સરકારના રખોપા કરવાના છે કે સમાજના? તમે બંને વડીલો છે. અમે યુવાનો તમને માનભેર વર્ષોથી બોલાવતા તે લગભગ કિનારે આવી ગયું છે. નારાયણ…નારાયણ…. કરવાનું બંધ કરી સમાજના કામે લાગી જાવ, વડીલો તમારી ઉંમર થઈ છે. અત્યાર સુધી તો તમે ગરીબ અને મધ્યમ ખેડૂતોના એખપણ કામ કર્યા નથી.
 
પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, આંદોલનકારી યુવાનો પાસે પૈસા નથી, હોદો નથી કે નથી કો નેતા, પણ મા ઉમા ખોડલની શક્તિના કારણે અમે વેચાણા નથી. અમે તો વ્યાજે રૂપિયા લઈ અને સમાજના હિત માટે નીકળ્યા છીએ અને ખર્ચો કરી રહ્યા છીએ. એટલે જ અમે વટથી કહીએ છીએ કે, નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, નહીં આપ, અમે આ પક્ષોના છીએ બાપ. જેની પાસે સંગઠન શક્તિ હોઈ તે રાજકીય પક્ષોના બાપ જ કહેવાય. અમે કોઈ ચુંટણી લડવા નથી નીકળ્યા કે નથી કોઈ ઉઘરાણું કરવા નીકળ્યા. કે પછી નથી આંદોલન લળવા માટે કર્યું. આંદોલન કર્યું છે તો માત્ર ને માત્ર સમાજના કુમળા બાળકોના ભવિષ્ય માટે. ઇતિહાસમાં પ્રથમ વાર જે સમાજ ભેગો થયો છે તેને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો